Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નજીક કુવાડીયા પાસે ત્રણ વાહન ટકરાઈ પડ્યાઃ નંદીનું થયું મૃત્યુ

હર્ષદપુર પાસે ગાયને ઠોકર મારી વાહન પલાયનઃ

ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર કુવાડીયા ગામના પાટીયા પાસે રસ્તા પર બેસેલા ઢોરના કારણે ગઈકાલે ત્રણ વાહન ટકરાઈ પડ્યા હતા. જો કે, માનવ જિંદગી સુરક્ષિત રહી હતી પરંતુ એક નંંદીને ઈજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. તે ઉપરાંત હર્ષદપુર પાસે એક ગાય વાહન હડફેટે ચઢી જતાં મોતને શરણ થઈ હતી. રોડ પર રખડતા ઢોરના કારણે અકસ્માતો વધી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની સતત મહેર વરસતી રહી છે. વરસાદી વાતાવરણમાં ધોરીમાર્ગાે તેમજ ગામડાઓના રસ્તા ભીના થયા હોય જે સ્થળે પાણી પહોંચ્યું ન હોય ત્યાં મુંગા ઢોર બેસી રહ્યા છે જેના કારણે વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

નાના મોટા અકસ્માતોની હારમાળા વચ્ચે ગઈકાલે ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર કુવાડીયા ગામના પાટીયા પાસે રસ્તા પર બેસેલા પશુઓના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ માનવ જિંદગી હણાઈ નથી પરંતુ એક નંદીને ઈજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું અને અન્ય બે નંદી ઘવાયા હતા.

આ રોડ પરથી એક ઈનોવા મોટર તથા બોલેરો અને તેની સાથે એક મોટરસાયકલ રોડ પર બેસેલા ઢોરને કારણે ધડાકા ભેર અથડાઈ પડ્યા હતા. વાહનચાલકોનો બચાવ થયો હતો. જ્યારે હર્ષદપુર પાસે એક હોટલ પાસેથી ચાલી જતી ગાયને કોઈ મોટુ વાહન હડફેટે ચઢાવી નાસી ગયું હતું. ઘવાયેલી ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. અન્ય ત્રણ સ્થળે પણ રખડતા ગૌવંશને વાહન અકસ્માતમાં ઈજા થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh