Advertisement
Author: નોબત સમાચાર

વારંવાર થતી ટ્રેન દુર્ઘટનાઓ શું સૂચવે છે? બાબાગાડી જેવી સિસ્ટમથી બૂલેટ ટ્રેનો કેમ ચાલશે?

લેન્ડ સ્લાઈડ તથા પહાડી વિસ્તારો માટે વિશેષ યોજનાની જરૂરઃ

નવી દિલ્હી તા. ૩૧: દેશમાં અત્યારે બે નોન-પોલિટિકલ મુદ્દા ચર્ચામાં છે, જેમાં વાયનાડમાં લેન્ડ સ્લાઈડ થકી જીવ ગુમાવનારા કમભાગી લોકોનો આંકડો દોઢસો ભણી પહોંચી રહ્યો છે, તેની કરૂણાંતિકાનું વર્ણન થઈ રહ્યું છે, તો બીજી તરફ ફરીથી દેશમાં વધી રહેલી ટ્રેન દુર્ઘટનાઓની ચર્ચા થઈ રહી છે.

લોકસભામાં રાહુલ ગાંધીએ લેન્ડ સ્લાઈડના મુદ્દે ચોક્કસ પોલિસી ઘડવાની રજૂઆત કરી તો કેટલાક નિષ્ણાત લોકોએ દેશભરમાંથી કેટલાક અભિપ્રાયો આપ્યા. તે મુજબ લેન્ડ સ્લાઈડના કારણો શોધીને તે અટકાવવા, લેન્ડ સ્લાઈડ પછી પ્રભાવિત લોકોને ઝડપથી મદદ પહોંચાડવા અને તેઓના પુનઃ સ્થાપનનો સમાવેશ નવી પોલિસીમાં કરવાના ઉપયોગી સૂચનો થઈ રહ્યા છે, જેમાં રાજ્ય-કેન્દ્ર સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા લોકલ પોપ્યુલેશનના સંકલનની જરૂર પણ જણાવાઈ રહી છે.

લેન્ડ સ્લાઈડના સંદર્ભે ભારે વરસાદ, પૂર, ધરતીકંપ સહિતની કુદરતી આફતો માટે પહાડી વિસ્તારો તથા મેદાની વિસ્તારો માટે અલગ અલગ પોલિસી ઘડવાની માંગ પણ ઊઠી રહી છે.

તાજેતરમાં ઝારખંડમાં ટાટાનઢાર પાસે ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ ટ્રેનના ૧૮ ડબ્બા ખડી પડતા બે-ત્રણ લોકોના જીવ ગયા અને ઘણાં લોકો ઘાયલ થયા હતાં. તે પહેલા એક માલગાડી પણ ડી-રેલ થઈ ગઈ હતી.

છેલ્લા ૧૪ મહિનામાં મોટા મોટા ચાર રેલવે અકસ્માતો થયા છે, જેમાં સવાત્રણસો જેટલા લોકોના જીવ ગયા છે. રેલવે દુર્ઘટનાઓમાં ૭૦ ટકા અકસ્માતો પાટા પરથી ડબ્બા કે ટેન્કર ખડી જવાના કારણે થાય છે. ટ્રેનો પરસ્પર ભટકાઈ જાય કે ટ્રેનમાં આગ લાગે, ત્યારે તે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લ્યે છે. એક અંદાજ મુજબ પરસ્પર ટ્રેનો ભટકાવાથી ૧૪ ટકા અને આગ લાગવાથી ૮ ટકા ટ્રેન અકસ્માતો થાય છે.

આ પ્રકારની દુર્ઘટનાઓ માનવીય ભૂલ ઉપરાંત બેદરકારી, સિસ્ટમની ખામીઓ તથા ટેકનિકલ કારણોસર પણ થતી હોય છે. બૂલેટ ટ્રેનોના સપના દેખાડાયા છે, પરંતુ બાબાગાડી જેવી સિસ્ટમથી બૂલેટ ટ્રેન કેવી રીતે ચાલશે? રેલવે મંત્રી શું કરે છે? દરેક દુર્ઘટના પછી તપાસના નાટકો થાય છે, પણ સિસ્ટમ કેમ સુધરતી નથી? વારંવાર થતી ટ્રેન દુર્ઘટનાઓનું જવાબદાર કોણ? સરકારો-મંત્રીઓ બદલાતા હોવા છતાં રેલવે તંત્રની સિસ્ટમ કેમ બદલાતી નથી? વગેરે સવાલોના જવાબ શોધવાની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh