Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણનગરી દ્વારકામાં જલભરાવઃ ખેડૂતો ચિંતાતૂર
જામનગર તા. ૩૧: હાલારમાં થોડા દિવસના વિરામ પછી ગઈકાલે ફરી વખત મેઘરાજાનું આગમન થયું હતું અને દ્વારકામાં ગઈકાલે બે ઈંચ વરસાદ થયો છે. તો જામનગર જિલ્લાના અનેક ગામડાઓમાં હળવા ઝાપટા વરસ્યા હતાં.
પાંચેક દિવસના વિરામ પછી ગઈકાલે સવારથી આજ સવારે પુરા થતા ર૪ કલાકમાં ખંભાળીયા-બે ઈંચ, ભાણવડમાં ઝાપટા, ગઈકાલે બપોર પછી દ્વારકામાં બે ઈંચ વરસાદ વરસી જતાં સમગ્ર દ્વારકાનગરીમાં પાણી ભરાયા હતાં.
તો ઉપરાછાપરી થઈ રહેલા વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો ફરી વખત તળાવો ચેકડેમો મોટા ડેમો છલકાઈ ગયા છે. જિલ્લાના તમામ ૧૪ ડેમો ઓવરફલોની સ્થિતિમાં છે.
જામનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં જોડીયામાં ૧૭ મીમી વરસાદ થયો છે. જ્યારે જામનગર અને જામજોધપુર હળવા ઝાપટા વરસ્યા હતાં. આ ઉપરાંત અનેક ગામડામાં પણ હળવા વરસાદના વાવડ છે તેમ દરેડમાં ૧૯ મીમી, પડાણામાં ૧પ મીમી મોટી ભલસાણમાં ૧ર મીમી, મોટા ખડબામાં ૧ર મીમી, મોડપરમાં ૧૩ મીમી, હરીપરમાં ૧૧ મીમી, લાખાબાવળમાં ૧૧ મીમી, નવાગામમાં ૧૦ મીમી જામવાડી ૧૦ મીમી વરસાદ થયો છે. આજે સવારથી સમગ્ર હાલાર પંથકમાં કયાંયથી વરસાદના વાવડ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial