Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ મુદ્દે સૂચનાઓ સાથે આપ્યું માર્ગદર્શનઃ
ખંભાળિયા તા. ૩૦: પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ભારે વરસાદની સ્થિતિ અંગે સર્કિટ હાઉસ દ્વારકામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રો-એક્ટીવ અપ્રોચ સાથે નાગરિકોની સલામતીને અગ્રતા આપવા તેમણે જરૂરી સૂચનો કર્યા હતાં અને જિલ્લામાં રોગચાળો પ્રસરતો અટકાવવા અગમચેતીના ભાગરૂપે ક્લોરીનેશન, દવા છંટકાવ તેમજ સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા વહીવટી તંત્રને તાકીદ કરી હતી.
કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સર્કિટ હાઉસ દ્વારામાં જિલ્લાના અધિકારીઓ સાથે ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહ બચાવ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપતા નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષે ૧૪૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની સ્થિતિના પગલે કુલ પ૯ જેટલા લોકો રેસ્ક્યુ તેમજ ૩૦૩ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદની સ્થિતિને પરિણામે જિલ્લામાં કલ ર૪ પશુ મૃત્યુ થયા છે જેમાંથી રર પશુઓની સહાયની ચૂકવણી થઈ ચૂકી છે. જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિ જોઈએ તો કુલ ૯૪૬ વીજપોલ ક્ષતિગ્રસ્ત પામ્યા હતાં જેમાંથી ૬૮પ જેટલા વીજપોલના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીના વીજપોલ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લામાં ૧૩ હજાર કરતા વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે.
સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યા પછી પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભારે વરસાદની સ્થિતિના પગલે નાગરિકોની સલામતી ધ્યાને લઈ રોગચાળો ફેલાતો અટકાવવા માટે અગમચેતીના પગલાં જેવા કે દવાનો છંટકાવ કરવા ઉપરાંત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ત્વરિત સમારકામ કરવા તથા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાણના કિસ્સામાં સર્વે કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી, તેમજ પીવાના પાણી અને તળાવો, ચેકડેમો સ્થિતિ સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવા માટે સુચનો આપ્યા હતાં. ઉપરાંત જિલ્લામાં અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. પ્રભારી મંત્રીએ કુદરતી આપદામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવ કામગીરીને બિરદાવી અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ અગ્રણી લુણાભા સુમણિયા, યુવરાજસિંહ વાઢેર, નાથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, ધરણાંતભાઈ સહિત સંગઠનના હોદ્દેદારો, સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial