Advertisement
Author: નોબત સમાચાર

શાળાઓમાં શિક્ષકોને જાતિ તથા મતદાર નોંધણીની કામગીરી અંગે ઉગ્ર રજુઆત

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા

ખંભાળીયા તા. ૩૧: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ જેમાં આચાર્ય, ઉ.મા.શિ., મા.શિ. બની શૈ. સ્ટાફ તથા ટ્રસ્ટીઓના તમામ સંઘો જોડાયેલા છે. તેના હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રીઓ ડો. કુબેરભાઈ ડીંડોર તથા પ્રફુલ્લભાઈ પાનસેરીયાને રૂબરૂ મળીને પડતર પ્રશ્નો અંગે તથા શાળાઓને સોંપાતા જાતિના પ્રમાણપત્રોના કામ તથા મતદાર નોંધણીના કામ અંગે રજુઆતો કરી છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જિ.શિ. તથા સમાજ કલ્યાણ અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર કરાવીને ધો. ૯ થી ૧ર માં અભ્યાસ કરતા છાત્રોના જાતિના પ્રમાણપત્રો તથા ૧૮ વર્ષની ઉંમરવાળાનું મતદાર નોંધણી પ્રમાણપત્રો તથા ૧૮ વર્ષની ઉંમરવાળાનું મતદાર નોંધણી પ્રમાણપત્રનું કામ શાળાઓને સોંપેલ છે. જે કામ સમાજ કલ્યાણ કચેરી તથા મામલતદાર કે તા.વિ.અ.એ કરવાનું હોય તે કામ શાળાઓને સોંપાયું છે. અધુરામાં પૂરૃં હાલ શાળાઓમાં ૧૩ હજાર શિક્ષકો ૧પ૦૦ આચાર્યો, ૧૦૦૦ કલાર્ક તથા ૧પ૦૦ પટાવાળાની જગ્યા ખાલીની સ્થિતિમાં આ કામોથી બાળકોનું શિક્ષણકાર્ય બગડે તેમ હોય તાકીદે આ કામગીરી બંધ કરાવવા માંગ કરાઈ હતી.

આ ઉપરાંત ર૦રર ની સામાન્ય ચૂંટણી પહેલાં જે પ્રશ્નોના નિરાકરણનો સ્વીકાર થયો હતો તે ૧-૪-ર૦૦પ પહેલા નિયુકત કર્મચારીને જુની પેન્શન યોજનાનો લાભ, નવા નિમાયેલા આચાર્યને એક ઈજાફાનો લાભ, સીપીએફ કર્મચારીને ૩૦૦ રજાનું રોકડમાં નિવૃત્તિ સમયે રૂપાંતર, નિભાવ ગ્રાંટમાં વધારો કરવો શાળાઓમાં કલાર્ક પટાવાળાની ભરતી કરવી જેવા પ્રશ્નો પડતર છે તેનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરાઈ છે.

આંદોલનની ચીમકી

રાજ્ય શૈ. સંઘ સંકલન સમિતિના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા ભરતભાઈ ચૌધરી વિગેરેની આગેવાનીમાં મળેલા પ્રતિનિધિ મંડળે એક માસમાં પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચીમકી આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh