Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક સ્થળમાં ઉર્જા બચતનો ઉત્તમ અભિગમ
જામનગર તા. ૩૧: જામનગરના ગુરૂદ્વારા મંદિરમાં વીજળી બચાવવા માટે તેમજ રાષ્ટ્રના નિર્માણ માટેની સંગત તેમજ સહયોગીઓની અનોખી પહેલ અંતર્ગત ૪૦ કિલો વોટની હેવી સોલાર પેનલ લગાવાઈ છે.
જામનગરના ગુરૂદ્વારા મંદિરમાં ગુરૂદ્વારા સિંગ સભાના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટનું હેવી સોલાર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખોનો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેની સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચતનું અને રાષ્ટ્ર નિર્માણ માટે એક પ્રેણાદાયી પગલું ભરવામાં આવ્યું છે, જેની સરાહના થઈ રહી છે.
જામનગર ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂદ્વારા અને સંગતના સહયોગથી ૪૦ કિલો વોલ્ટનું સોલાર પેનલ ગુરૂદ્વારા મંદિર પરિસરના છત પર લગાવવામાં આવ્યું છે. વીજ બીલથી રાહત થાય, અને સંસ્થા ટ્રસ્ટને વીજ બિલના નાણા ભરવા ન પડે, અને મોટી બચત થાય, તેમજ રાષ્ટ્રને સૌર ઊર્જા વધુ ઉત્પાદન કરવા માટે સહાયરૂપ થવાની ભાવનાથી સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જે આશરે ૧પ લાખ રૂપિયા ખર્ચથી સોલાર પ્લાન્ટ લાગવામાં આવ્યો છે. જેમાં ૭૩ નંગ સોલાર પેનલ અને પ્રત્યેક નંગ પપ૦ વોલ્ટના છે, અને પ્રતિ કિલો વોટ ૪ થી પ યુનિટ વીજળી ઉત્પાદન કરીને આપે છે.
પીજીવીસીએલમાં શનિવારના દિવસે રજા હોવા છતાં પણ સેન્ટ્રલઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજ્ય પરમાર અને જુનિયર ઈજનેર વિવેક શર્મા સ્થળ પર હાજર રહ્યા હતા, અને વીજ મીટર લગાવવામાં મદદરૂપ બન્યા હતાં.
ગુરૂદ્વારા સાહેબમાં દિવસ દરમિયાન કુલ ૧૬૦ થી ર૦૦ યુનિટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જે વીજ યુનિટ સોલાર પાવર જનરેટ થતાં ગુરૂદ્વારાને વર્ષ દરમિયાન વીજ બીલ માટે પાંચ લાખ રૂપિયાની બચત થશે. તેમજ તે ઉપરાંત ઉપયોગમાં લીધા બાદ અન્ય યુનિટ બચત કરતાં યુનિટનું વીજ કંપની દ્વારા વળતર પણ મળવા પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial