Advertisement
Author: નોબત સમાચાર

ગાયત્રી શક્તિપીઠમાં બીપી-ડાયાબિટીસ, એક્યુપ્રેશર, દંત ચિકિત્સા કેમ્પ-નેત્રયજ્ઞ યોજાશે

આગામી તારીખ પાંચ ઓગસ્ટે

જામનગર તા. ૩૧: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શરૂ સેક્શન રોડ, શિવમ્ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી, જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદ્ગુરુ સુપર મેગા નેત્રમણિ નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) નું આયોજન સોમવાર, તા. પ-૮-ર૦ર૪ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે.

આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન તથા વિનામૂલ્યે નેત્રમણિ પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા-જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.

આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં અવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દી માટે ડો. કુંજલબેન પટેલ (બીડીએસ) તેમની સેવા આપશે, તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે.

રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે તેમ શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરએ જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh