Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરળ સરકારે બે દિવસનો જાહેર કર્યો શોકઃ રર૦ ગૂમઃ ૧૦૦૦ થી વધુ લોકોનું રેસ્ક્યૂ
વાયનાડ તા. ૩૧: વાયનાડ વિનાશલીલાનો મૃત્યુઆંક વધીને ૧૬પ થયો છે જો કે, ખતરો હજુ ટળ્યો નથી. રેસ્કયૂ ઓપરેશન તેજ કરાયું છે. કેરળ સરકારે બે દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અને તમામ સમારોહ અને કાર્યક્રમો રદ કરાયા છે.
કેરળના વાયનાડમાં લોકો દિવસભરનું કામ પુરૃં કરીને ઊંડી ઊંઘમાં હતા, તેઓએ કયારેય વિચાર્યું પણ નહોતું કે રાત તેમની છેલ્લી રાત હશે. જે પહાડને સવારે વહેલા ઊઠીને તેઓ જોતાં તા તે જ તેમની પર કાળ બનીને તૂટી પડશે. ગઈકાલે વહેલી સવારે ર થી ૪ વાગ્યાની આસપાસ વાયનાડમાં બે જગ્યાએ ભારે ભૂસ્ખલન થયું હતું.
ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી લગભગ ૧૬પ લોકોના મોત થયા છે. રર૦ જેટલા લોકો ગૂમ થયા છે. ૧૦૦૦ થી વધુ લોકોનું રેસ્કયૂ કરાયું છે. જ્યારે ૩૦૦૦ થી વધુ લોકોને રિહેબ સેન્ટરમાં રખાયા હોવાનું જાણવા મળે છે. ભારતીય સેનાની દેખરેખ હેઠળ રેસ્કયૂ ઓપરેશનને તેજ કરી દેવામાં આવ્યું છે. રેસ્કયૂ ટીમ સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. ઝુંબેશમાં સ્નિફર ડોગ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.
કેરળ સરકારે નાગરિકોના મૃત્યુ પર બે દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે રાજય સરકાર આ દુઃખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, જેના પરિણામે જાનહાનિ થઈ છે અને મોટા પાયે મકાનો અને અન્ય સંપત્તિઓને નુકસાન થયું છે. પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર છે અને તમામ જાહેર સમારંભો અને કાર્યો રદ રહેશે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ખતરો હજુ ટળ્યો નથી. પહાડી જિલ્લા વાયનાડ અને કેરળના તમામ ઉત્તરી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન બાદ હેલીકોપ્ટર દ્વારા હેવી મશીનો અને સ્નિફર ડોગ્સની ટીમોને લોકોને મદદ કરવા અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા માટે મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડ ફોર્સે પણ તેની આપત્તિ રાહત ટીમોને ઘટના સ્થળે મોકલી છે.
વાયનાડમાં ભૂસ્ખલન થયા બાદ જ સેનાની ટીમને સર્ચ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવી હતી. લગભગ રરપ સૈનિકોની ચાર ટુકડીઓ બચાવ કાર્યમાં લાગી હતી. આ ઉપરાંત, ઓછામાં ઓછા ૧૪૦ સૈનિકોની બે વધુ ટુકડીઓને તિરૂવનંતપુરમમાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં, તેઓને ઘટના સ્થળે એરલિફટ કરી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial