Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદ

રૂ. ૩ લાખનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૩૧: જામનગરના એક મહિલાએ રૂ. ૩ લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં આરોપીને અદાલતે એક વર્ષની કેદ અને રોકડનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં ઓનલાઈન બિઝનેસ કરતા બેનઝીરબાનુ મકસુદ ખાખી પાસેથી રૂ. ૩ લાખ ખોજેમ સૈફુદ્દીન ધાબરીયાએ હાથઉછીના લઈ તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક ખાતું બંધ થઈ ગયું હોવાના શેરા સાથે પરત આવ્યો હતો. બેનઝીરે કોર્ટમાં ફરિયાદ કરી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ખોજેમ સૈફુદ્દીનને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બી.એચ. જાડેજા, રવિરાજસિંહ વાઢેર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh