Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત ત્રણ જિલ્લા શિક્ષણાધિકારીઓએ પ્રમોશન નકારતા ડીગ્રેડ કરાયાઃ ટોક ઓફ ધ સ્ટેટ

ગુજરાતના શિક્ષણ વિભાગની અભૂતપૂર્વ ચર્ચાસ્પદ ઘટનાઃ 'ફેમિલી ફર્સ્ટ'ને આપ્યુ પ્રાધાન્ય ?

ખંભાળીયા તા. ૩૧ : જામનગર સહિત રાજ્યના ત્રણ જિલ્લા શિક્ષણાધિકારીઓએ વર્ગ-૧ નું પ્રમોશન સ્વીકારવાનો ઈન્કાર કરીને વર્ગ-ર માં આચાર્ય થવાનું નક્કી કરતા એ મુજબ થયેલો આદેશ ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બઢતી, પ્રમોશન, પગાર વધારો, ઈજાફો જેવા માટે સરકારી કર્મચારીઓ પ્રયત્નશીલ હોય અને ના મળે તો લડતા હોય ત્યારે ગઈકાલે નાનામાં નાની બાબત અંગે પણ જાગૃત શિક્ષણ વિભાગના ત્રણ કર્મચારી જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા તેમને જિ.શિ. તરીકે મળેલી બઢતીનો અસ્વીકાર કરીને ફરીથી શાળામાં આચાર્ય થવાનું પસંદ કરતા તેમનો હુકમ થતાં રાજ્યભરના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચાપાત્ર બન્યું છે.

ગત ડિસેમ્બર ર૦ર૩ માં રાજ્યભરમાં બઢતીથી પ૮ ઉપરાંત જિ.શિ.ઓનું પ્રમોશન આપવામાં આવેલું એજ્યુકેશન ઈન્સ્પેકટરો, સરકારી શાળાના આચાર્યોનો તેમાં સમાવેશ થતો હતો. આ બઢતીના હજુ સાત મહિના જ થયા છે ત્યાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરતકુમાર વીડજા, બોટાદના જિ.શિ. પ્રતિપાલસિંહ ગોહિલ તથા રાજકોટના જિ.શિ. નિલેશભાઈ રાણીપાએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ ની બઢતીનો અસ્વીકાર કર્યો હોય નાયબ સચિવ આર.સી. દેસાઈના ૩૦-૭-ર૪ના હુકમથી આ ત્રણેય અધિકારીઓને તેમની માંગણી મુજબ ફરીથી વર્ગ-ર માં ડીગ્રેડ કરીને જિ.શિ. પ્રતિપાલસિંહ ગોહિલને મોડેલ સ્કૂલ માનવડ તા. પાલીતાણા ભાવનગર, જિ.શિ. ભરતભાઈ વિડજાને મોડેલ સ્કૂલ મોટી બરાર તા. માળીયા મોરબી તથા જિ.શિ. નિલેશ રાણીપાને મોડેલ સ્કૂલ વાંકાનેેર તા. વાંકાનેર મોરબીમાં મૂકવા હુકમ કરાતા ભારે ચર્ચા સમગ્ર રાજ્યના શૈક્ષણિક વર્તુળોમાં જાગી હતી.

જો કે આ બઢતી અસ્વીકાર કરતા હુકમમાં તેઓ ત્રણેયને તેમના જુનિયરને બઢતી આપતી વખતે તેઓ સિનિયોરીટી ગુમાવશે તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્યના ૧૯૬૭ ના નિયમ ૧૧ અ મુજબની કાર્યવાહી કે જેમાં નિયમ ૧ અને ર મુજબ પોતાના જુનિયરની સરખામણીમાં સિનિયોરીટી ગુમાવવી અને બઢતીનો અસ્વીકાર કર્યાની મુદ્દતની એક વર્ષ અથવા પછીથી જગ્યા ખાલી થાય ત્યાં સુધી બે માંથી જે મોટું હોય ત્યાં સુધી તેમની બઢતી વિચારણામાં નહીં લેવામાં આવે.

તાકીદે ઈન્ચાર્જ નિમાયા

ડિસેમ્બરમાં પ૮ ને પ્રમોશન વખતે રેકોર્ડરૂપ રાજ્ય સરકાર દ્વારા નાનામાં નાના જિલ્લામાં પણ માધ્યમિક અને પ્રાથમિક જિ.શિ.ની નિમણૂક કરી હોય આ ત્રણ જિ.શિ. જતાં ખાલી જગ્યા થતાં તાકીદે તેમના ચાર્જ પર ઈન્ચાર્જ નિમાયા છે. જેમાં બોટાદ જિ.શિ.નો ચાર્જ પ્રા.જિ.શિ. ભરતભાઈ વાઢેરને જામનગર જિ.શિ.નો ચાર્જ જિ.પ્રા.શિ. વિપુલભાઈ મહેતાને તથા રાજકોટ જિ.શિ.નો ચાર્જ જિ.પ્રા.શિ. દિક્ષીત પટેલને સોંપાયો છે.

જો કે ચર્ચાની વિગતો મુજબ આ ત્રણેય જિ.શિ.ઓએ તેમના ફેમિલી અને વતનથી દૂર હોવાને કારણે ફેમિલી ફર્સ્ટને પ્રાયોરીટી આપીને જિ.શિ. ખુરશી, ગાડી, હોદ્દો માગ્યાનું કહેવાય છે. તો આ ત્રણેયની બઢતી રદ થતાં જિ.શિ. તરીકે નેકસ્ટ આવતા ત્રણ ઉમેદવારો જે આ ત્રણ ના બન્યા હોત તો આવી ગયા હોત તે અફસોસમાં મૂકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh