Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંધી ક્લોથ માર્કેટ એસો. દ્વારા રેલી યોજી એસપીને પાઠવાયું આવેદનઃ બજાર રોષપૂર્ણ રીતે બંધ રખાઈઃ
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આવેલી સિંધી ક્લોથ માર્કેટમાં પાણીનું પરબ બનાવવામાં આવ્યું છે. ત્યાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ તેમજ અન્ય ભગવાન અને સંતોની મૂર્તિઓ મૂકવામાં આવી છે. આ વિસ્તારમાં ખરીદી કરવા આવતા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો ઠંડા પાણીનો લાભ મેળવી શકે તે માટે આ પરબ બનાવવામાં આવ્યું છે. તેના પર ગઈકાલે કોઈ શખ્સોએ કોમી શાંતિ ડહોળવાના પ્રયાસરૂપે રંગ છાંંટી ધાર્મિક લાગણી દુભાવી છે. આ બાબતની રજૂઆત માટે ગઈકાલે સાંજે સિંધી માર્કેટ એસોસિએશનના હોેદ્દેદારો તેમજ તમામ વેપારીઓએ પોતાની દુકાન બંધ કરીને રેલી સ્વરૂપે એસપી કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું છે. આ ક્રૂર વિચારધારાને હાલના તબક્કે જ ડામી દેવા અને આગળ જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા વેપારીઓએ માગણી કરી છે. વેપારી આગેવાનોએ એસપી જોગની રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial