Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત
ખંભાળીયા તા. ૩૧: મહિલા અને બાળ અધિકારીની કચેરી અને નયારા એનર્જી સંચાલિત પ્રોજેકટ એકસેલ સહયોગથી તથા ઈનશક્તિ ફાઉન્ડેશનના સંકલનથી તા. રપ-૬-ર૪ ના કૌશલ્યવર્ધક રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર, દત્તાણી કોમ્પ્લેક્ષ, પ્રથમ માળ, કેપીટી સર્કલ પાસે, વાડીનારમાં બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઈઓ તથા કલમો વિશે બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓ દ્વારા કાયદાના ઈતિહાસથી લઈ વિશાખા ગાઈડલાઈન સુધીની કાયદાની સફર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. સી.ડી. ભાંભી દ્વારા આ કાયદાની ફરિયાદ કરવા માટે આંતરિક અને સ્થાનિક સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા સાથે થતી હિંસા રોકવાની અને બનતી મદદ કરવાની સામાજિક જવાબદારી અંગેની રોલમોડેલ તરીકેના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીઓ, સખી વન સ્ટોપ, સેન્ટરના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વગેરે કર્મચારીઓ દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડિતાને કેવી રીતે મદદરૂપ થાય છે તે અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી પૂરી આપી આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરના બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial