Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂની માન્યતાઓ-અફવાઓ દૂર કરાઈ
જામનગર તા. ૩૧: જામનગર આરોગ્ય વિભાગ દ્વારા માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી બાળકોનું રસિકરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ૦-ર વર્ષના બાળકોને બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરીની વિનામૂલ્યે રસી આપવામાં આવે છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો પર લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં માટે રાજ્ય સરકારના વિવિધ પ્રોગ્રામ તેમજ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તે અંતર્ગત જામનગર જિલ્લાના વિસ્તારો જેમા દરેડ ખોલી વિસ્તાર, ચેલા પટી ઝૂંપડપટ્ટી વિસ્તાર, ચેલા ગામ, દડિયા નારાણપુર ઈંટનો ભઠ્ઠી વિસ્તારમાં પોતાના બાળકોનું રસીકરણ કરાવવા માટે સહમત ન હોય તેવા પરિવારના ઘરે જઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૮ બાળકોના માતા-પિતાને રસીકરણ અંગેની ગેરમાન્યતા દૂર કરી સાચી સમજણ આપી તેઓ સહમત થતાં સ્થળ પર જ ૮ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં તમામ નાગરિકો માટે વિનામૂલ્યે રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે. માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ શિબિરો કરી લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. રસીકરણ કાર્યક્રમ હેઠળ ૦ થી ર વર્ષ સુધીના બાળકોને છ પ્રાણઘાતક રોગો જેવા કે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયુ અને ઓરી વગેરે સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવે છ. પ્રસૂતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે પરંતુ રસીકરણ અંગે વિવિધ અફવાઓ, લોકોની જૂની ગેરમાન્યતાઓને કારણે લોકો તેમના બાળકોનું રસીકરણ કરાવતા નથી. તેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવિણ પટેલના માર્ગદર્શન હેઠળ ડીએસબીસીસી ચિરાગ પરમાર, એફએફએસ કાજલબેન રાવલીયા, એફએચડબલ્યુ હેતલબેન અને અમીરૂનબેન દ્વારા રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial