Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારણું ફીટ કર્યા વિના જ ત્રીસ હજારનું બીલ મૂકી દીધું... બોલો!
જામનગર તા. ૩૧: લાલપુરમાં પાણીના ટાંકાનું કામ ચાલુ હોવાથી દરવાજો ગ્રામ પંચાયતમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવી દરવાજો ફીટ જ કર્યા નહીં હોવા છતાં તેના બીલ બનાવી નાણાની ઉચાપત કર્યાની રાવ મનસુખભાઈ પરસોત્તમભાઈએ ટીડીઓને આવેદનપત્ર આપીને કરી છે. આ કામમાં કયાંય દરવાજો ફીટ થયો નથી. કામ ચાલુ હોવાથી ગેઈટ કાઢી નાખવામાં આવ્યો હોવાનું પણ માની શકાય તેવું કારણ નથી. આ દરવાજાનું રૂ. ર૯,૯૯૭નું બીલ બનાવી નાણા ઉપાડી લીધાનો આક્ષેપ અરજદારે કર્યો છે. આ પ્રકરણમાં તપાસ કરી માજી સરપંચ, તત્કાલીન મંત્રી-તલાટી એટીવીટી નાયબ ઈજનેર, હાલના મંત્રી-તલાટી વગેરે જવાબદારો સામે તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી પાંચ દિવસમાં કરવા માંગણી કરવામાં આવી છે. અન્યથા આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial