Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડઃ વિવિધ ગૌસેવા સમિતિ દ્વારા
ભાણવડ તા. ૩૧: ભાણવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગૌસેવામાં કાર્યરત વિવિધ ગૌસેવા સમિતિ દ્વારા ગૌમાતાના નિભાવ ખર્ચમાં વધારો કરવા રાજ્યના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, તેમજ અન્ય પદાધિકારીઓને રૂબરૂ તથા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યા પ્રમાણે હાલ સરકાર દ્વારા ગૌધન માટે પ્રતિ પશુ રૂ. ૩૦ નો જ ખર્ચ આપવામાં આવે છે. પણ મોંઘવારીમાં આ સહાયની રકમ ખૂબ ઓછી પડે છે અને ૧૦૦ થી ૧પ૦ રૂપિયાનો ખર્ચ થાય છે.
ગાય આધારિત ખેતીને તથા પ્રાકૃતિક ખેતી માટે સરકાર અનેક પ્રોત્સાહન આપે છે ત્યારે ગાયોના નિભાવ અને ગૌધનના સંવર્ધન માટે નિભાવ ખર્ચમાં વધારો કરવા માંગણી કરવામાં આવી છે.
આ રજુઆત મુકેશભાઈ સંઘવી, પરસોત્તમભાઈ રાઠોડ, પ્રહલાદભાઈ ભટ્ટ, હિરાબેન વારોતરીયા, શાંતાબેન સોનગરા, મેરૂભાઈ ધ્રાંગુ, રામશીભાઈ કરમુર, જીવનભાઈ નકુમ, પ્રિતિબેન રાડીયા, બળવંતભાઈ મિસ્ત્રી, કાનજીભાઈ મધુડીયા, ભાવિકભાઈ અત્રી, વેલજીભાઈ પરમાર, નવલસિંહ જાડેજા, કુદલીપસિંહ જાડેજા, મુકેશભાઈ સોલંકી વગેરેએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial