Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાની ફૂડ શાખા ત્રાટકીઃ અખાદ્ય ચીજોનો નાશ
જામનગર તા. ૩૧: જામનગરમાં કોલેરાના રોગચાળાને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અન્ય શાખાઓના સહયોગથી ચેકીંગ કરવામાં આવ્યું હતું અને પાણીપૂરી અને ગોલા વેંચતા એક ધંધાર્થી અને બરફનું વેંચાણ કરતા પાંચ ધંધાર્થીના એકમ બંધ કરાવ્યા હતાં, અને અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો.
જામનગર મહાનગર-પાલિકા વિસ્તારમાં નોંધાયેલ કોલેરા પોઝિટિવ કેસ અન્વયે ફૂડ, શોપ, એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગોકુલનગર, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર રોડ, તળાવની પાળનો ઢાળિયો, રણજીતનગર, મેહુલનગર, એરફોર્સ ગેઈટ, પાણાખાણ, હર્ષદમીલની ચાલી, પવનચક્કી, મયુરગ્રીન વગેરે વિસ્તારમાં ખાણીપીણી જેવી કે પાણીપૂરી, ગોલા, શેરડીનો રસ, બરફ, ફાસ્ટફૂડ, બનાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઈન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણીમાં ક્લોરીનેશન કરાવી સતત ક્લોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફસફાઈ અને સ્વચ્છતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેન્ટેન કરવા તથા ચેકીંગ દરમિયાન પપ૦ ક્લોરીનની ગોળીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં અને ૧ ગોલા, ૪૪ પાણીપૂરીવાળા, પ બરફનું વેંચાણ બીજો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યું છે તથા પ૮ર લીટર પાણીપૂરીનું પાણી અને ૩૮ કિલો પાણીપૂરીનો માવો તેમજ ૧૦ કિલો બરફ, એક કિલો ચટણી, ર૦૦૦ નંગ પાણીપૂરીની પૂરી નાશ કરવામાં આવ્યો હતો. આ ૫ૈકી અમુક જગ્યાએ વેંચાણ બંધ કરાવેલ જો ફરી ચાલુ થશે તો દુકાનો સીલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
પ્યોર એક્વા લુઝ ડ્રીન્કીંગ વોટર (અંબાજીનો ચોક) જી.જી. હોસ્પિટલના રેસી. ડોક્ટરને કોલેરા આવતા સદર પાણીનો ઉપયોગ કરતા હોય બોર તેમજ આરઓ પાણીના નમૂના લઈ ડીસ્ટ્રીક્ટ લેબમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial