Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌ માતાના થતા ટપોટપ મૃત્યુથી ગૌ પ્રેમીઓમાં કચવાટ

દ્વારકા તા. ૩૧: ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી ગાય માતાના કોઈને કોઈ કારણોસર મૃત્યુ થઈ રહ્યા છે આથી ગૌ પ્રેમીઓમાં કચવાટ ફેલાયો છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં ટ્રેન નીચે ગાયો કપાઈ જવાના બનાવો વધ્યા છે. આજથી ચાર દિવસ પહેલા ખંભાળીયા પાસે એક સાથે ૧૧ ગાયો ટ્રેન નીચે આવી જતાં મૃત્યુ પામી હતી.

જ્યારે ગઈકાલે ફરીથી દ્વારકા નજીક રેલવે ટ્રેક ઉપર ચાર ગાયો ટ્રેન નીચે કપાઈ ગયા પછી સંધ્યા સમયે મીઠાપુરના ભીમરાણા ગામ પાસે ટ્રેન નીચે વધુ એક નંદી કપાઈ જતાં ગૌભકતોમાં ભારે રોષ સાથે નિરાશા ફેલાઈ છે. અત્રે નોંધનીય છે કે ગયા અઠવાડિયામાં દ્વારકા નજીક કનૈયા ગૌશાળામાં ૧પ જેટલી ગાયોના ભારે વરસાદના કારણે બીમારીથી મૃત્યુ થયા હતાં. આમ ગાયોના બીમારી અને અકસ્માત મૃત્યુથી ભારે હાહાકાર મચી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh