Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છેઃ
જામનગર તા. ૩૧: રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ, રાજ્યના એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાના ગુજરાત રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય, તો તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ માટે અરજી કરેલ અને પાત્રતા ધરાવતા ખેલાડીને ઉક્ત એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેમજ રાજ્યના સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે કૃતિકા આપવાની યોજના અમલમાં છે.
ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩- ૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય, તો તેઓને શિષ્યવૃત્તિ માટે રૂ. ૨,૫૦૦ અને ગત વર્ષે ૨૦૨૩- ૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હોય, તો તેઓને વૃતિકાના રૂ. ૨,૦૦૦ આપવાની યોજના અમલમાં છે. નિવૃત્ત રમતવીરોએ પોતાની કારકિર્દી દરમ્યાન રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય, તો તેવા રમતવીરને માસિક રૂ. ૩,૦૦૦ પેન્શન આપવાની યોજના અમલમાં છે.
રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા રમત ગમત મંડળો શરૂ કરવા અંગેની યોજના અમલમાં છે. રાજયમાં વ્યાયામની પ્રવૃત્તિઓ ચલાવતી, બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ. ૧,૦૦,૦૦૦ નું અનુદાન આપવાની યોજના અંતર્ગત હાલમાં ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે.
તેમજ અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી, બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલી હોય તેવા વ્યકિતઓ માટે સન્માન રૂપે રૂ. ૫૧,૦૦૦ ના રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ. ૭૫,૦૦૦ ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના યોજના અમલમાં છે. જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
ઉકત જણાવ્યા અનુસાર તમામ યોજનામાંથી જે યોજનાનો લાભ મેળવવા માંગતા હોય, તો તે તમામ ખેલાડીઓ પાસેથી ૨૦૨૩- ૨૪ ના વર્ષ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટે અત્રે જણાવેલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી.જે.રાવલીયા, જામનગર શહેરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial