Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ હોસ્પિટલના તબીબનો બોગસ ડિગ્રી અંગેના કેસમાં ફરમાવાયો છૂટકારો

૧૦ વર્ષ પહેલાં નોંધવામાં આવ્યો હતો ગુન્હોઃ

જામનગર તા. ૩૧: જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં દસ વર્ષ પહેલાં પોલીસે ચકાસણી કરી એક તબીબ સામે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતા એક ડોક્ટર બોગસ હોવાની અરજી વર્ષ ૨૦૧૪માં પોલીસને મળતા તેની શરૂ કરાયેલી તપાસમાં ઓશવાળ હોસ્પિટલમાંથી મૃગેશ જગદીશચંદ્ર દવે નામના આસામી મળી આવ્યા હતા.

તેમની ડિગ્રી પોલીસે જોવા માંગતા બેંગ્લોરની કેમ્પાગૌડા યુનિવર્સિટીમાંથી તેઓએ એમબીબીએસની ડિગ્રી મેળવ્યાનું ખૂલ્યું હતું અને તે ડિગ્રીના આધારે ઈન્ટરવ્યૂ પાસ કરી મૃગેશ દવે ઓશવાળ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બેંગ્લોરમાં તે યુનિવર્સિટીમાં તપાસ કરાવતા આ નામની કોઈ વ્યક્તિને જણાવાયેલી તારીખે ડિગ્રી મળી ન હોવાનું ખૂલતા મૃગેશ દવે સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળના ગુન્હામાં પોલીસે તપાસ કર્યા પછી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી મૃગેશ દવેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કેતન આશર, બી.એચ. જાડેજા, ચેતન રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh