Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા
ભાટીયા તા. ૩૧ : કલ્યાણપુર તાલુકાના ભાટીયા હર્ષદ સ્ટેટ હાઈવે પર હર્ષદ-પોરબંદર તથા તાલુકાના અનેક ગામોના વાહન વ્યવહાર રહે છે પરંતુ ભાટીયા સ્મશાન ગેઈટ પાસે કોઝ-વે પરથી પાણી વહેતા થતાં હોવાથી વાહન વ્યવહાર અટકી પડે છે.
ભાટીયા ગામના ઉપરવાસનું પાણી આ કોઝ-વે પરથી જ પસાર થતું હોય આથી વાહન-વ્યવહારને વિપરીત અસર થઈ રહી છે. પરિણામે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
આ વહેતા પાણીના નિકાલ માટે બોકસ કલવર્ટનું બાંધકામ કરવામાં આવે તો વાહન વ્યવહાર નિયમિત રીતે થઈ શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ કરશનભાઈ આંબલીયાએ માર્ગ-મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી આ અંગે રજુઆત અને માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial