Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દક્ષિણ આફ્રિકાની અઘરી મનાતી
રાજકોટ તા. ૩૧: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક પ્રકાશ બુટાની દ્વારા સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરાયા હતાં. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકના સચિવ સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન ર૦ર૪ માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની ૮૬ કિલોમીટરની મેરેથોન ૧૧ કલાક અને ર૪ મિનિટમાં પૂરી કરી હતી. વિશ્વની સૌથી જુની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના ર૦,૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સાૂથી મોટી મેરેથોન બનાવી દીધી. ૧૯ર૧ માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં ૧,૮૦૦ મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.
સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે. તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવુત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટીંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રૂચિ રહી છે. કોલેજમાં તેમણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટીસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યુલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગની સાથે-સાથે થોડુંક દોડવાનું પણ ચાલુ રાખ્યું. તેઓએ કોવિડ રોગચળાાના લોકડાઉનના દિવસોમાં યોગ અને કિક બોક્સીંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષોમાં સચિન શર્માએ ઘણી ૧૦ કિ.મી. રેસ, હાફ અને ફૂલ મેરેથોન, પલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે. લદ્દાખ ફૂલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (પ૦ કિ.મી.), કાસ અલ્ટ્રા (૬પ કિ.મી.), ખારદુંગ લા ચેલેન્જ (૭ર કિ.મી. ઊંચાઈએ), પૂણે અલ્ટ્રા ટ્રાયલ રન (૧૦૦ કિ.મી.), ગોવા આયર્નમેન (૭૦.૩ કિ.મી.), બર્ગમેન (૧૧૩ કિ.મી.), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ તેમણે ઓપન સી સ્વિમીંગમાં સનક રોક ટુ ગેટવે (પ કિ.મી.)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (૩ કિ.મી.)-રાષ્ટ્રીય સ્તર અને જુહૂ સમુદ્ર સ્વિમથોન (૩ કિ.મી.)-રાજ્ય સ્તરમાં પણ ભાગ લીધો હતો.
આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે શ્રી શર્મા હવે સપ્ટેમ્બર ર૦ર૪ માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (૧રર કિ.મી.), ડિસેમ્બર ર૦ર૪ માં હેલ રેસ જેસલમેરથી લોંગવાલા (૧૬૦ કિ.મી.) અને નવેમ્બર ર૦રપ માં પૂણે અલ્ટ્રા (૧૬૦ કિ.મી.) ની સાથે સાથે ર૦રપ માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.
સચિન શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલના મહાપ્રબંધકના રૂપમાં સેવા નિવૃત્ત થયેલા નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial