Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ તાલુકાના લૈયારા ગામના ધાર્મિક સ્થળની જગ્યાના વેંચાણની તજવીજ

વાંધા અરજી રજૂ કરાઈ

ધ્રોળ તા. ૩૦: ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં ઠાકરવાળી મંદિરની પૌરાણિક જગ્યાના વેંચાણની તજવીજ ચાલતી હોવાથી પ્રદ્યુમનસિંહ મંગળસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ વાંધા અરજી કરવામાં આવી છે.

આ જગ્યામાં તારથી ફેન્સીંગ કરવામાં આવી છે, અને બાજુમાં આવેલ ખરાબાની પડતર જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે. આવા દબાણ કરનારાઓ સામે લેન્ડગ્રેબીંગ અંગે ગુન્હો નોંધવો જોઈએ.

આ સમગ્ર પ્રકરણની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે અને જમીન ખરેખર કોની માલિકીની છે, કોના નામે છે અને વેંચાણની તજવીજ ચાલે છે કે કેમ? તેની તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ.

જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવામાં આવશે જેની જવાબદારી જે તે સંબંધિત અધિકારીની રહેશે તેવી ચિમકી પણ અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh