Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના આક્ષેપ સામે કરાયો દાવો ભરેલી રકમ વ્યાજ સાથે પરતનો હુકમ

મેડિકલ સ્ટોર્સના સંચાલકે લીધો હતો અદાલતનો આશરોઃ

જામનગર તા. ૩૧: જામનગરના મેડિકલ સ્ટોર્સમાં ૧૪ વર્ષ પહેલાં વીજ કંપનીની ટૂકડીએ ચેકીંગ કરી મીટર કબજે લીધુ હતું. તે પછી વીજ ચોરી કરાતી હોવાનો આક્ષેપ મૂકી જોડાણ કાપી નખાયું હતું. મેડિકલ સ્ટોર્સના સંચાલકે વાંધા સાથે બીલ ભરપાઈ કરી કોર્ટનો આશરો લીધો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે દાવો મંજૂર રાખી ભરપાઈ કરેલી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના શિવમ્ શો૫ીંગ સેન્ટરમાં આવેલા અજય મેડિકલમાં ગઈ તા.૩૧-૩-૧૦ના દિને વીજ કંપનીની ટૂકડીએ ચેકીંગ હાથ ધર્યા પછી કબજે કરાયેલા મીટરનું રોજકામ હાથ ધર્યું હતું. જેમાં સર્કીટનો ઉપયોગ કરી વીજ ચોરી કરાઈ હોવાનો આક્ષેપ મૂકી મેડિકલ સ્ટોરનું વીજ જોડાણ કાપી નખાયું હતું.

વીજચોરી અંગે અપાયેલા રૂ. ૬૯૦૯૩નું બીલ વાંધા સાથે ભરપાઈ કરી સ્ટોર્સના પ્રોપરાઈટર હિમાંશુ નરશીભાઈ પટેલે અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં વીજ અધિકારીઓએ અદાલતમાં કબૂલ કર્યું હતું કે, સીલમાં ચેડા ન હતા, સર્વિસ વાયરમાં ખામી ન હતી, ચેકીંગમાં સર્કીટ મળી ન હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વાદીનો દાવો મંજૂર રાખી તેઓએ ભરેલી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh