Advertisement
Author: નોબત સમાચાર

બેડીબંદર-રૂપેણ બંદર પરથી માછીમારી માટે ગયેલા ચાર સામે નોંધાયો ગુન્હો

હાલમાં માછીમારી સામે મૂકાયો છે પ્રતિબંધઃ

જામનગર તા. ૩૧: જામનગરના બેડી પાસે જૂના બંદર પરથી ગઈકાલે માછીમારી માટે દરિયામાં ગયેલા બે માછીમાર સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જ્યારે દ્વારકાના રૂપેણ બંદરના બે માછીમાર પણ પ્રતિબંધ હોવા છતાં દરિયામાં જતાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગરના બેડી પાસે આવેલા જૂના બંદર પર ગઈકાલે સાંજે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં બેડીના ખારી વિસ્તારમાં રહેતો અકબર અબ્દુલ કેર નામનો માછીમાર બોટ સાથે દરિયામાંથી પરત ફરતો જોવા મળ્યો હતો. હાલમાં ચોમાસાની સિઝનના કારણે દરિયામાં રહેલા કરંટના કારણે માછીમારી કરવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આ માછીમાર પોતાની બોટ સાથે દરિયામાં ગયો હતો. તેની સામે જમાદાર વી.કે. વરૂએ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો છે.

બેડની નવી મચ્છીપીઠમાં રહેતા મામદ હુસેન કેર નામનો માછીમાર પણ પોતાની બોટ સાથે દરિયામાંથી આવતો જોવા મળ્યો હતો. તેની સામે પણ જમાદાર વરૂએ મત્સ્યદ્યોગ કાયદાની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

દ્વારકાના રૂપેણબંદર પર રહેતો મહેમુદ ઓસમાણ રાડીયા નામનો માછીમાર પોતાની કિસ્મત નામની બોટ લઈને દરિયામાં ગયો હતો. તેની સામે ગુન્હો નોંધાયો છે. જ્યારે અયુબ ઓસમાણ રાડીયા નામનો માછીમાર સીતારા નામની બોટમાં માછીમારી માટે દરિયામાં જતાં પોલીસે તેની સામે પણ કાયદા મુજબ કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh