Advertisement
Author: નોબત સમાચાર

ચેલા, દરેડ અને કનસુમરા ગામની જમીનોને ખેતી ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાના કૌભાંડની તપાસ કરવા રજૂઆત

જામનગર જિલ્લામાં વધુ એક જમીન હેતુફેરનું મહાકાય કૌભાંડઃ

જામનગર તા. ૩૧: જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા) દ્વારા જામનગર જિલ્લાના ચેલા, દરેડ અને કનસુમરાની જમીનોને ખેતી ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં ફેરવવા મોટું કૌભાંડ થયું હોવાનો ગંભીર આક્ષેપ જામનગર મહાનગરપાલિકા વિપક્ષના નેતા ધવલભાઈ નંદાએ રજૂઆત કરી આ પ્રકરણમાં તાકીદે વિજિલન્સ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.

જામનગર જિલ્લા તાલુકાના ચેલા, દરેડ અને કનસુમરાની ખેતીની જમીનો ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં કોઈપણ જાતની જાણ વગર લાગતા-વળગતા બિલ્ડરો સાથે સાંઠ-ગાંઠ કરીને અમુક જ સર્વે નંબરવાળી જમીન લઈને બિલ્ડરોને સીધો ફાયદો કરાવવા બિલ્ડરો, સત્તાધારી પાર્ટીના લોકો અને અધિકારીઓ સાથે મિલાપી થઈ બંધ બારણે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરેલ છે. જેની રાતોરાત દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવેલ છે, અને જામનગર જિલ્લાની જનતા તેનાથી સાવ અજાણ છે. આવા જ એક પ્રકરણમાં અગાઉના વહીવટી અધિકારીને સીંગલ ઓર્ડરથી તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવેલા છે.

કોઈપણને જાણ વગર કાયદાના નિયમોને બાજુમાં મૂકી બંધ બારણે સેટિંગ કરીને જેમાં બિલ્ડરો, સત્તાધારી પાર્ટીના લોકો અને અધિકારીઓ પણ મિલીભગત કરી સંડોવાયેલા છે અને સમગ્ર કૌભાંડની છાણે ખૂણે કોઈને પણ ગંધ ન આવે તેવી રીતે કરવામાં આવેલ છે. સરકારમાં મોકલેલ દરખાસ્ત મંજુર થઈને આવી ગયા પછી તમામને જાણ કરવાની જેથી આ કૌભાંડ ઉપર કોઈ શંકા ન કરે. આ બેઠકની તેમાં થયેલ હુકમો અને થયેલી દરખાસ્તોની ક્યાંય પણ માહિતી આપવામાં આવેલ નથી.

જેમાં જામનગર જિલ્લા તાલુકાના દરેડ, દરેડની સીમથી તથા ચેલા આશરે ૧૬૦ વીઘા વધુ જમીનો ફેરવવા માટે કાર્યવાહી કરેલ છે. ચેલા તથા દરેડના સીમમાં ચોક્કસ જ સર્વે નંબર ખેતી ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં જાડાએ સરકારમાં દરખાસ્ત કરેલ, ખરેખર તમામ ખેડૂતોને લાભ મળવો જોઈએ. એક સર્વે નંબર અન્ય જગ્યા બીજો સર્વે નંબર અન્ય જગ્યા પોતાની ઈચ્છા મુજબ ફક્ત એક જ બિલ્ડરને ફાયદો કરવા આખો કારશો ઘડવામાં આવેલ છે. જેમાં તમામ સત્તાધીશો, સભ્યો, વહીવટી અધિકારી સહિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અલગ અલગ જગ્યાએ સર્વે નંબરો ઉપાડીને ફક્ત એક જ બિલ્ડરને ફાયદો કરાવવા ખેડૂતોને અન્યાય કરેલ હોય, જેથી આ કૌભાંડની તપાસ થવી ખૂબ જ જરૂરી છે. જેમાં ઉચ્ચ સત્તાધીશો, માંડીને બિલ્ડરો, વહીવટી અધિકારીઓએ મિલાપી થઈને આર્થિક રીતે બહુ મોટો વહીવટ કરીને કાર્યવાહી બંધ બારણે કરેલ છે.

આ બાબતે માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માંગેલ તેમજ પત્ર પણ લખેલ, પરંતુ હજી સુધી આ માહિતી આપવામાં આવેલ નથી. માહિતી આપ્યા પછી સર્વે નંબર સહિત આધાર પુરાવા સહિત કાર્યવાહી કરવામાં આવશે. માહિતી આપેલ નહીં તેનો અર્થ એવો થયેલ છે કે આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયેલ છે. જેમાં તમામ સત્તાપક્ષના તથા વહીવટી અધિકારીઓ સંડોવાયેલા છે. જો તેની તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ બહાર આવે તેમ છે. તેની વિજિલન્સ તપાસ થવી ખૂબ જ જરૂરી છે. આ અંગે જો કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન તેમજ કાયદાકીય રીતે કોર્ટનું શરણ લેવું પડશે, તેવી ચિમકી પણ રજૂઆતના અંતે આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh