Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ બોટલ દારૂ પણ મળ્યોઃ પોણા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૩૧: જામનગરના એરફોર્સ-ર રોડ પર સરદાર પટેલ આવાસમાં એ/૨ બ્લોકમાં એક ફ્લેટમાં ગઈકાલે સાંજે જામેલી જુગારની મહેફિલ પર એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી સાત શખ્સને પકડી પાડ્યા હતા. જુગાર રમાડતા એક તથા ગંજીપાના કૂટતા છ કુલ રૂ. ૨,૮૮,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. આ ફ્લેટમાંથી એલસીબીએ ૧૨ બોટલ દારૂ પણ કબજે કર્યાે છે. ફલેટમાલિક સામે તેનો અલગથી ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના જનતાફાટક વિસ્તારથી ગોકુલનગર તરફ જવાના માર્ગ પર આવેલા રોઝી પેટ્રોલપંપ નજીક સરદાર પટેલ ભવનમાં એક ફ્લેટમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે આ આવાસના બ્લોક નં.એ/૨માં ફલેટ નં. ૧૨૦૩માં દરોડો પાડ્યો હતો.
આ ફલેટમાં રહેતા રાજુ ઉર્ફે રાજેશભાઈ ભીમશીભાઈ વરૂ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મળી આવ્યા હતા. તેઓને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા નીતિન ધનજીભાઈ ચાવડા, વિપુલ શંકરલાલ દામા, હમીરભાઈ ગોવાભાઈ વાળા, શૈલેષ મુળજીભાઈ આદ્રોજા, નિલેશ ભીખાભાઈ અકબરી, અનિરૂદ્ધભાઈ ગોરધનભાઈ ચોવટીયા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા.
એલસીબીએ પટમાંથી રૂ. ૧ લાખ ૫૨ હજાર ૫૦૦ રોકડા, પાંચ મોબાઈલ, ચાર બાઈક મળી કુલ રૂ. ૨,૮૮, ૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. સાતેય સામે સિટી સી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બાર બોટલ પણ મળી આવતા રાજેશભાઈ વરૂ સામે બીજો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial