Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ચરકલા ફાટક પર પોલીસની મોટર પર ટ્રેક્ટર ચઢાવી દેવાતા ચકચાર

ઈજાગ્રસ્ત પોલીસમેન સારવારમાં ખસેડાયાઃ

દ્વારકા તા. ૩૧: દ્વારકા નજીક ચરકલા ફાટક પાસે ગઈરાત્રે દ્વારકાના પોલીસ કર્મચારી દરિયાઈ રેતીના ગેરકાયદે વહનની મળેલી બાતમીના આધારે વાહન ચેકીંગ માટે ઉભા હતા ત્યારે તેમની મોટર પર એક ટ્રેક્ટર ચઢાવી દેવાયું હતું. ટ્રેક્ટરચાલકે ઉભા રહેવાનો ઈશારો અવગણી ફરજમાં રૂકાવટનું કૃત્ય આચર્યું હતું. ઈજાગ્રસ્તને દવાખાને ખસેડાયા છે. નાસી છૂટેલા ટ્રેક્ટરચાલકના સગડ દબાવાયા છે.

દ્વારકા તાલુકાના ચરકલા ગામના ફાટકવાળા રસ્તા પર ગઈકાલે રાત્રે દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થતાં તેને રોકવાનો સ્ટાફ દ્વારા ઈશારો કરાયો હતો.

આ ટ્રેક્ટરના ચાલકે પોલીસના ઈશારાને અવગણીને ટ્રેક્ટર પુરપાટ ઝડપે ચલાવી ત્યાં રાખવામાં આવેલી દ્વારકાના એએસઆઈ ભૂપતસિંહ એસ. વાઢેરની જીજે ૩૭-જે ૭૭૦૨ નંબરની મોટર પર ટ્રેક્ટર ચઢાવી દીધુ હતું. આ મોટરમાં એએસઆઈ ભૂપતસિંહ બેસેલા હતા. તેઓને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે અને મોટરમાં પણ નુકસાન થયું છે. અચાનક જ આવો બનાવ બનતા પોલીસ પણ હેબતાઈ ગઈ હતી.

ત્યારપછી મહિન્દ્રા કંપનીના આ ટ્રેક્ટરના ચાલકને પકડી લેવા તજવીજ કરાઈ હતી પરંતુ ડ્રાઈવર નાસી ગયો હતો. ઈજા ગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એએસઆઈ ભૂપતસિંહની ફરિયાદ પરથી ટ્રેક્ટરચાલક સામે આઈપીસી તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરના એન્જીન તથા ચેસીસ નંબર પરથી પોલીસે તેના માલિકની શોધખોળ આરંભી છે.

અમૂક વાહનોમાં દરિયાઈ રેતીનું ગેરકાયદે વહન થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે ગઈરાત્રે પોલીસે વોચ ગોઠવી હતી અને દ્વારકા શહેરથી પાંચેક કિ.મી. દૂર ચરકલા ફાટકવાળા રસ્તા પર એએસઆઈ ભૂપતસિંહ વોચમાં હતા ત્યારે તેમના પર ટ્રેક્ટર ચઢાવી દઈ ફરજમાં રૂકાવટ સહિતનું કૃત્ય કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh