Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાલા હનુમાન મંદિરે આવતીકાલે ઉજવાશે ષષ્ઠીપૂર્તિ પાટોત્સવઃ દિવ્ય દર્શનનો લાભ

૬૦ વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે તેવા

જામનગર તા. ૩૧: 'છોટીકાશી'ના વિશ્વ વિક્રમ બાલા હનુમાન મંદિરનો તા. ૧ ના ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ ઉજવાશે જથી અખંડ રામધૂન મંત્રોચ્ચાર સાથે સતત ૬૦ વર્ષથી શહેરીજનોની શ્રદ્ધાના પ્રતીકરૂપ આ ધર્મસ્થાનમાં દિવ્ય દર્શનનો તેમજ સંધ્યા મહાઆરતીનો ભાવિકોને લાભ થાય છે.

'છોટીકાશી'ની ઉપમા ધરાવતા જામનગર શહેરના તળાવની પાળ પર આવેલા વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ વિક્રમી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ આવતીકાલે તા. ૧ ઓગસ્ટના ઉજવાશે.

નગરના આંગણે તળાવની પાળ પર નયનરમ્ય વાતાવરણમાં સતત ૬૦ વર્ષથી રામ નામનો મંત્ર જાપ ગૂંજી રહ્યો છે. આ ધર્મસ્થાનમાં પૂ. પ્રેમભિક્ષુજી મહારાજે તા. ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી અખંડ રામધૂનની ધુણી ધખાવી હતી જેને ભક્તજનોનો અભૂતપૂર્વ સહયોગ સાંપડતા આજ સતત ૬૦ વર્ષથી આ ધર્મયજ્ઞ પવિરત અને ઉત્સાહભેર પ્રજવલ્લિત બની રહ્યો છે. આ મંદિર પર પરમાત્માની એવી અસીમ કૃપા વરસી રહી છે કે, યુદ્ધ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ કે મહામારીના કપરા સંજોગોના દિવસોમાં પણ અહિં રામ મંત્ર જાપ કદી બંધ રહ્યો નથી અને એ કારણોસર જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જામનગના આ બાલાહનુમાન સંકીર્તન મંદિરને બબ્બેવાર સ્થાન સાંપડ્યું છે.

આ મંદિરની ખ્યાતિ દેશ-દેશાવરમાં ફેલાયેલી છે અને તેથી જ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશથી પણ ભાવિકો દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવે છે. આ મંદિરના ષષ્ઠીપૂર્તિ પાટોત્સવના દિવસે તા. ૧ ઓગસ્ટના દિવસભર વિશેષ શણગાર સાથે ઝાંખીના દર્શન થશે અને સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી થશે જેનો લાભ લેવા ભાવિક ભાઈ-બહેનોને મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ ઉજવણી પ્રસંગે બાલા હનુમાન મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh