Advertisement
Author: નોબત સમાચાર

મોટી માટલી પાસે પીકઅપ વાનના ઠાઠામાં રિક્ષા ટકરાઈ પડતા વૃદ્ધનું નિપજ્યું મૃત્યુ

અન્ય બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજાઃ

જામનગર તા. ૨૯: કાલાવડ નજીક મોટી માટલી પાસે ગયા મંગળવારે એક રિક્ષા બંધ પડેલા નાના ટ્રકના ઠાઠામાં ટકરાઈ હતી. રિક્ષાચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખોડિયારકોલોની પાસે ગઈકાલે એક વૃદ્ધને મોટર ઠોકર મારીને નાસી ગઈ છે. ઉપરાંત લાલપુર રોડ પર બાઈકને મોટરે ઠોકર મારી છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા મોટી માટલી ગામ પાસેથી ગયા મંગળવારે સાંજે સાતેક વાગ્યે વિજરખી ગામમાં રહેતા બાલજીભાઈ મોહનભાઈ રંગપરા નામના ૬૩ વર્ષના વૃદ્ધ જીજે-૧૦-ટીઝેડ ૩૭૬૦ નંબરની રીક્ષા ચલાવીને જતા હતા. તેઓ તેમજ તેમના પરિવારજનો દર્શનાર્થે નીકળ્યા હતા.

તેઓ મોટી ખાવડીથી વરૂડી પાટીયા તરફ આગળ વધ્યા ત્યારે રોડની એક્ સાઇડમાં બંધ પડેલા જીજે-૧૦-ટીએક્સ ૫૯૫ નંબરના નાના ટ્રકના ઠાઠામાં રીક્ષા ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા બાલજીભાઈનું મૃત્યુ નીપજયું છે. પરસોતમભાઈ વશરામભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ ઉપર આવેલા ચેલા ગામના વાડી વિસ્તારમાં રહેતા પાર્થ પુરુષોત્તમભાઈ પરમાર તથા તેના મોટા બાપુના દીકરા જયદીપ પરમાર ગયા મંગળવારે બપોરે સાડા  ત્રણેક વાગ્યે લાલપુરથી જામનગર તરફ આવતા હતા ત્યારે બાવરીયા ગામના પાટીયા પાસે જીજે-૧૦-બીઆર ૭૪૫૩ નંબરની સફેદ કલરની સ્વીફટ મોટરના ચાલકે તેઓના જીજે-૧૦-એએસ ૭૩૪ નંબરના મોટરસાયકલને ઠોકર મારી દેતા આ  અકસ્માતમાં જયદીપ ને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જ્યારે પાર્થને પણ ઈજા થઈ હતી. મોટરના ચાલક સામે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક રહેતા કનુભા ઘેલુભા ઝાલા ગઈકાલે સવારે ખોડિયારકોલોની રોડ પરથી જીજે-૧૦-બીએફ ૨૭૮૧ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે આ વૃદ્ધના બાઈકને એક થાર મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. ફ્રેકચર સહિતની ઈજા પામેલા કનુભાને સારવારમાં ખસેડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh