Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૯: ખંભાળીયા પાલિકા સફાઈ કામદાર મંડળના અગ્રણી તથા ગુજરાત સફાઈ કામદાર મહામંડળના રાજ્ય મહામંત્રી તથા ખંભાળીયા પાલિકામાં ચાલતા ઉપવાસ આંદોલનના કન્વીનર રમેશભાઈ વાઘેલા દ્વારા સામૂહિક રીતે સફાઈ કામદાર અગ્રણીઓ સાથે જિલ્લા કલેકટર તથા જિ.પો. વડાને આવેદનપત્ર આપીને ખંભાળીયા પાલિકા અનુ. જાતિના સફાઈ કામદારો પર અત્યાચારો અટકાવીને પગલા ભરવા માંગ કરાઈ છે.
તેમણે આવેદનપત્રમાં જણાવેલ કે આઠ દિવસથી ચાલતા ઉપવાસ આંદોલન તથા હડતાળ અંગે પાલિકાના શાસકો તરફથી કોઈ પ્રતિસાદના આપીને અનુ. જાતિના સફાઈ કામદારોના હક્ક અને અધિકારો પર તરાપ મારીને શોષણ કરી અત્યાચાર થાય છે.
અનુ. જાતિ અત્યાચાર અટકાવવા અધિનિયમ ૧૯૮૯ ની કલમ ૩(૧)(૬) કલમ ૩,૨,૭ મુજબ તથા કલમ ૩૭૪,૧૬૬,૧૧૪ હેઠળ પાલિકાના શાસકો પ્રશાસકો સામે ફોજદારી ગુનો બને છે. સફાઈ કામદારો આવશ્યક સેવામાં રોકાયેલા તેમના અધિકારો માટે શાંત અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કામદારો પર ખોટા આક્ષેપો કરાય છે તથા મજુર કાયદાનો ભંગ કરી બહારથી મજુરો લાવવા પ્રયાસો થાય છે.
ખંભાળીયા પાલિકાના સફાઈ કામદારો પર આવી રીતે અત્યાચાર કરનારા સામે પગલા લઈ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial