Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચસોથી વધારે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા રાસ-ગરબાની જમાવટ
ભાણવડ તા. ૨૯: ભાણવડ શહેરમાં અનેક સ્થળે નવરાત્રિ મહોત્સવના આયોજનો સાથે માતાજીની આરાધના, રાસ-ગરબા થઈ રહ્યા છે. જેમાં હરસિદ્ધિનગરમાં ભવાની ગરબી, રાજાણી સભા ખંડમાં ભગવતી ગરબી મંડળ, ખોડિયાર ચોકમાં ખોડિયાર ગરબી, આશાપુરા ચોકમાં આશાપુરા ગરબી, હાઈસ્કૂલ ચોકમાં અન્નપૂર્ણા ગરબી, વાલ્મિકી ચોકમાં ગરબી યોજાય છે.
જેમાં ખાસ કરીને ભાણવડની સૌથી મોટી ગરબી તરીકે પુરુષાર્થ વિદ્યાનિકેતનનું નામ છે, જ્યાં પ૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા રાસ-ગરબાની રમઝટ સાથે ઉજવણી કરવામાં આવે છે.
સંસ્થાના સંચાલક ભીમશીભાઈ કરમૂર દ્વારા શહેર તથા ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવે છે. જેમાં ભાણવડ શહેરના તમામ મીડિયા પ્રતિનિધિઓનું તેમજ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial