Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીના કર્મચારીએ ફોન લેપટોપ રાખી લઈ કર્યાે વિશ્વાસઘાત

અન્ય કર્મચારીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ર૯: જામનગરના મોટી ખાવડી ગામ સ્થિત ખાનગી કંપનીના એક કર્મચારીએ પોતાને ફાળવવામાં આવેલા લેપટોપ તથા ફોનની ઉચાપત કરી કંપની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સાથી કર્મચારીએ પોલીસમાં નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી રિલાયન્સ કંપનીની રિફાઈનરીમાં એસએસઓ બી-૫ની ઓફીસમાં નોકરી કરતા ઉપમન્યુ ઘનશ્યામભાઈ મહેતા નામના આસામીએ મેઘપર પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ મોટી ખાવડી સ્થિત ગ્રીન્સ ટાઉનશીપમાં રહેતા મૂળ મુંબઈના હિતેશ નટુભાઈ સાપરીયા નામના કર્મચારીને કંપનીએ કામ માટે એચપી કંપનીનું લેપટોપ તથા ઓપો કંપનીનો મોબાઈલ ફાળવવામાં આવ્યો હતો.

અંદાજે રૂ. પ૧ હજારથી વધુની કિંમતનું લેપટોપ તથા રૂ. ૧૩ હજારથી વધુની કિંમતનો આ ફોન કંપનીના કર્મચારી હિતેશ સાપરીયાએ સાથે રાખી લઈ કંપની સાથે વિશ્વાસઘાત આચર્યાે છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh