Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીના તહેવારો છતાં બજારોની રોનક ઝાંખી

વે૫ારી વર્ગ ચિંતામાં: ફટાકડા મોંઘા

ભાટીયા તા. ૨૯: દિવાળીના પર્વને એકાદ દિવસ જ આડે છે ત્યારે ભાટીયાની બજારોમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. મંદીના કારણે ફાટકડા સહિતના વેપારીઓ ચિંતામાં પડી ગયા છે. ચાલુ વર્ષે ભાટીયા પંથકમાં અતિવૃષ્ટિ થવાથી તેની સીધી અસર બજારમાં વતાઈ રહી છે. જ્યારે મોંઘવારીને કારણે ફટાકડામાં પણ ઉપરથી જ ભાવ વધારો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

કલ્યાણપુર તાલુકો ખેતી આધારિત છે. આ વિસ્તારનો બોકસાઈટ ઉદ્યોગ પણ છેલ્લા ઘણાં સમયથી મંદ હાલતમાં છે. જો ખેતી સફળ થાય તો જ બજારમાં રોનક દેખાય પરંતુ દિવાળીનો પર્વ નજીક આવ્યો છે. ત્યારે બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળતી નથી. ચાલુ વર્ષ થયેલી અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હોવાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.

દિવાળીના તહેવાર આંગણે આવીને ઉભો છે ત્યારે ખરીદી નહીવત થઈ રહી છે. ભાટીયા તાલુકાનું મોટું ગામ છે. ભાટીયા ઉપરાંત ૩૦ થી ૩૫ ગામના લોકો નાની મોટી ખરીદી માટે ભાટીયા આવતા હોય છે. પરંતુ બહારગામના લોકોની પણ અતિશ્ય પાંખી હાજરી બજારમાં જોવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh