Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષની મિટિંગ-કાર્યક્રમોમાં સતત ગેરહાજરી-શિસ્તભંગ
જામનગર તા. ર૯: જામનગર શશહેરના વોર્ડ નં. ૧ર ના કોંગ્રેસના બે કોર્પોરેટરો અસલમભાઈ ખીલજી અને ફીબીદાબેન હાજી રીઝવાનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના કાર્યાલયમાં પત્રકારો સમક્ષ આ જાહેરાત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કરી હતી. આ પ્રસંગે મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, આનંદભાઈ રાઠોડ, સાજીદ બ્લોચ ઉપસ્થિત રહ્યા હતાં.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી આ બન્ને કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષની કોઈ મિટિંગ, કોઈ કાર્યક્રમમાં હાજર રહેતા ન હતાં. તેમને બોલાવવામાં આવતા હોવા છતાં શિસ્તભંગ કરી ગેરહાજર રહેતા હતાં. આ બન્ને કોર્પોરેટરોના ગેરશિસ્ત તથા સતત ગેરહાજરી અંગે સ્થાનિક કોંગ્રેસની નેતાગીરીએ પ્રદેશમાં રજૂઆતો કરી હતી. જે રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પક્ષની શિસ્ત સમિતિના ચેરમેન બાબુભાઈના આદેશથી બન્ને કોર્પોરેટરોને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial