Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંગ મેં મરતે કઈ તન હૈ મગર, સબસે ઝ્યાદા મરતા બચપન હૈ મગર
જામનગર તા. ૨૯: જામનગરના ખ્યાતનામ રંગોળી આર્ટીસ્ટ રિદ્ધિબેન શેઠ દ્વારા પ્રતિવર્ષ દિવાળી પર ખાસ થીમ પર મનમોહક રંગોળી તૈયાર કરવામાં આવે છે. છેલ્લા દોઢ દાયકાની આ પરંપરા આ વર્ષે પણ રંગભેર યથાવત્ રહી છે. રિદ્ધિબેન શેઠની રંગોળીનું જામનગર-૭૮ ના ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિદ્ધિબેને આ વખતે રંગોળીમાં યુદ્ધની સ્થિતિમાં ટેડીબેરને ગળે લગાવેલી વિદેશી બાળકીનું ચિત્ર જીવંત કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં લગભગ ર હજાર બાળકો મૃત્યુ પામ્યા છે અને ઈઝરાયેલ-ઈરાનના સંઘર્ષમાં પણ ૧પ હજારથી વધુ બાળકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ રંગોળી ખૂબ સંદેશાત્મક બની રહી છે. યુદ્ધ તો એક દિવસ એક પક્ષની હાર અને એક પક્ષની જીત સાથે અથવા સંધિ સાથે સમાપ્ત થઈ જાય છે, પરંતુ યુદ્ધના ઘા કદી રૂઝાતા નથી. લાખો લોકોએ હિજરત કરવી પડે છે. જેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થાય છે. અકાળે મૃત્યુથી બાળકો જો બચી જાય તો પણ માતા-પિતા કે પાલકોને ગુમાવી છત્રછાયા વગર દુનિયાનો સામનો કરવાનો કે પછી અન્ય દેશમાં શરણાર્થી જીવનમાં વિષમ પરિસ્થિતિઓમાં બાળપણ વીતાવવાનો પડકાર બાળકો સામે હોય છે. પ્રસ્તુત રંગોળીમાં બાળકોની આંખોમાં અનેક મૂક છતાં વેધક સવાલો છે. આઠ દિવસના પરિશ્રમ પછી રિદ્ધિબેન દ્વારા સાકાર થયેલ આ રંગોળી આપણને વોર ઝોનની ભયાનક્તાની પ્રશંસા કરી તેમની પ્રતિભાને બિરાદવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે રિદ્ધિબેન જામનગરના પ્રસિદ્ધ સાહિત્યકાર તથા ઈતિહાસકાર સ્વ. હરકિસનભાઈ જોષીના પુત્રવધૂ છે. હરકિસનભાઈ જોષી દ્વારા આલેખિત જામનગરના ઈતિહાસ પુસ્તક 'નગર, નવાનગર, જામનગર' ધારાસભ્ય રિવાબા જાડેજાને ભેટ આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial