Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલિયતમ ઉત્સવનો પ્રસંગ આક્રંદમાં ફેરવાયો
તિરૂવનંતપૂરમ્ તા. ર૯: કેરળના કાસરગોડ જિલ્લાના એક મંદિરમાં ઉત્સવની આતશબાજી દરમિયાન સ્ટોરેજના ફટાકડા એકસાથે ફૂટવા લાગતા પ્રચંડ વિસ્ફોટ થતા નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં ૧પ૦ જેટલા લોકો ઘાયલ થયા છે.
દિવાળી ટાણે જ કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ૧પ૦ થી વધુ લોકો ઘાટલ થયા છે. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણે સ્થળ પર સ્થિતિ બગડી હતી. કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતાં.
આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે ૧ર.૩૦ વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા.
ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે ૧પ૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૯૭ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.
એવી આશંકા છે કે વીરકાવુ મંદિર પાસે ફટાકડા સ્ટોરેજ ફેસિલિટીમાં આગ ફાટી નીકળતાં આ અકસ્માત થયો હતો. અધિકારીઓ આગના કારણની તપાસ રહી રહ્યા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે કન્હનગઢ જિલ્લાા હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોની હાલત ગંભીર છે. સુત્રોના જણાવ્યા મુજબ ૩૩ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૯ લોકોને કન્હનગઢની ઐશલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ૧ર લોકોને અરિમાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ચાલીસ લોકોને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૧૧ લોકોને નિલેશ્વર તાલુકા હોસ્પિટલમાં અને પાંચને કન્નુરની એસ્ટર એમઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાસરગોડ જિલ્લાના નિલેશ્વરમાં મૂલમકુઝી ચામુંડી થેયમ ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન લોકો ફટાકડા ફોડી રહ્યા હતાં. ફટાકડા દરમિયાન એક ફટાકડા વિસ્ફોટકો સાથે સ્ટોર બિલ્ડીગમાં પડ્યો હતો. જેના કારણે તેમાં આગ લાગી અને એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા લાગ્યા હતા આગ અને વિસ્ફોટના કારણે અનેક લોકો ઘાયલ થયા હતાં. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial