Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના મેવાસા ગામના બે શખ્સે કરાયેલી અરજીનો ખાર રાખી માર માર્યાે

ફડાકા ઝીંકી ઢીકાપાટુથી માર માર્યાે:

જામનગર તા. ૨૯: કલ્યાણપુરના મેવાસા ગામના એક યુવાનના કાકાએ અરજી કરી પોલીસ સમક્ષ એક શખ્સ વિરૂદ્ધ રજૂઆત કરી હતી તેનો ખાર રાખી આ શખ્સના ભાણેજ તથા ભત્રીજાએ હુમલો કરી માર માર્યાે હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં તળાવ પાસે રહેતા માલદેભાઈ વીરાભાઈ મકવાણા નામના યુવાનને ગયા ગુરૂવારે બપોરે મેવાસા ગામના જ અશોક નારણભાઈ પરમાર તથા ભરત ડાયાભાઈ રાઠોડે રોકી ગાળો ભાંડી હતી અને માર માર્યાે હતો.

આ બાબતની માલદેભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તેમાં જણાવાયા મુજબ તેમના કાકા અમરાભાઈએ થોડા દિવસ પહેલા ઉકેશ મુરાભાઈ રાઠોડ સામે પોલીસમાં અરજી કરી હતી. તેથી ઉશ્કેરાયેલા ઉકેશના ભાણેજ અશોક અને ભત્રીજા ભરત રાઠોડે માથામાં ફડાકો ઝીંકવા ઉપરાંત લાત મારી ઢીકાપાટુ વરસાવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh