Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયા નગરપાલિકાના આંદોલન પર ઉતરેલા કાયમી સફાઈ કર્મચારીઓને ચીફ ઓફિસરની નોટીસ

કર્મચારીઓએ રોષે ભરાઈને નોટીસ પત્રોને સળગાવી હોળી કરીઃ

ખંભાળિયા તા. ર૯: ખંભાળિયા પાલિકાના સફાઈ કામદાર દ્વારા ચાલતા પ્રતીક ઉપવાસ તથા હડતાલ સતત નવમો દિવસ હોય, ગઈકાલે પાલિક ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા કાયમી કર્મચારીઓને નોટીસો આપવામાં આવી હતી.

આ આખરી કારણદર્શક નોટીસમાં જણાવાયેલ કે સફાઈ કામદારોના મુદ્દે ૧ થી ૧૧ ના પડતર પ્રશ્નો અંગે પાલિકા દ્વારા હકારાત્મક કામગીરી કરવા છતાં તા. ર૧/૧૦ ના કારણદર્શક નોટીસ કાયમી કર્મચારીઓએ ના સ્વીકારતા દીવાલ પર ચોંટાડાઈ હતી તે પછી ર૪/૧૦ ના ફરી નોટીસ આપી ગુજરાત રાજ્ય સેવા નિયમો અનુસાર શિસ્ત ભંગ તથા શિક્ષાત્મક કાર્યવાહી કાયમી કર્મચારીઓ સામે કરાશે તેવી ચેતવણી આપતા પાલિકાના સફાઈ કામદારોએ આ નોટીસોને સળગાવી તેની 'હોળી' કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાલિકા પ્રશાસન સામે લડાઈ આંદોલનમાં આ નોટીસો કંઈ કરી નહીં શકે તેમ જણાવીને આંદોલનના કન્વીનર રમેશભાઈ વાઘેલા તથા અનેક કાયમી કામદારોએ આ નોટીસ સળગાવીને તેમના પ્રશ્નોનો હલ લાવવાની બુલંદ માંગ પણ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh