Advertisement
Author: નોબત સમાચાર

ઔદિચ્ય બ્રહ્મસમાજ તથા પુષ્કર્ણા બ્રહ્મ સમાજની ગરબીઓમાં ઈશ્વર વિવાહ યોજાયા

ખંભાળીયામાં નવરાત્રિ મહોત્સવ દરમ્યાન

ખંભાળીયા તા. ૨૯: ખંભાળીયામાં નવરાત્રિ મહોત્સવમાં પુરૂષોની ગરબીનું ખાસ આકર્ષણ ઈશ્વર વિવાહ હોય છે. તાજેતરમાં ખંભાળીયામાં વારાહી ગરબી મંડળમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ઈશ્વર વિવાહની ભવ્ય ઉજવણી તથા વારાહી માતાજીને વિશેષ શણગાર થયો હતો.

નવરાત્રિના નવેય દિવસોમાં ધોતી પિતાંબર પહેરીને બાળલીલા, ઓખા હરણ, દશ અવતાર, લવકુશ, રામાયણ જેવા ધર્મગ્રંથોના છંદ સાથે ગરબીઓ પછી હવનાષ્ટમીના ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં લોકો પણ જોડાયા હતાં. ઔદિચ્ય બ્રહ્મ સમાજ પ્રમુખ પંકજભાઈ પંડ્યા તથા ટ્રસ્ટી મંડળના હરીશભાઈ જોશી, રોહિતભાઈ શુકલ, ભાર્ગવભાઈ શુકલ તથા અમિતભાઈ શુકલ, તપનભાઈ શુકલ, નિકુંજભાઈ વ્યાસ, સન્નીભાઈ શુકલ, હાર્દિકભાઈ જોશી, અભ્યભાઈ પંડ્યા, રવિભાઈ જોશી, શીરીસભાઈ જોશી, હાર્દિકભાઈ વ્યાસ, હિતેશભાઈ શુકલ વિગેરે પણ જોડાયા હતાં.

ખંભાળીયામાં સલાયા ગેઈટ પાસે પુષ્કર્ણા બ્રહ્મપુરી કે જ્યા ૧૧ર વર્ષોથી ભૂદેવો દ્વારા ગરબી થાય છે. ત્યાં પણ ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જ્ઞાતિના અગ્રણીઓ સુનીલભાઈ બોડા, હિતેશભાઈ હર્ષ તથા કિરીટભાઈ બોડા દ્વારા શાસ્ત્રોકત છંદમાં ઈશ્વર વિવાહનું ગાન યોજાયું હતુ તથા જ્ઞાતિજનો ભાઈઓએ ઈશ્વર વિવાહની આરાધના કરી હતી જેમાં હેતલભાઈ, પ્રતાપભાઈ બોડા, તુષારભાઈ બોડા, સચીનભાઈ બોડા, દિનેશભાઈ બોડા, વિજય કેવડીયા વિગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh