Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયમી મનાઈહુકમ માંગવામાં આવ્યો હતોઃ
જામનગર તા. ર૯: જામનગરના નવા નાગનાના એક આસામીએ એકવીસ વર્ષ પહેલાં અદાલતમાં સહિયારી મિલકત અંગે કાયમી મનાઈ હુકમ તથા ડેકલેરેશન મેળવવા દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે નામંજૂર રાખ્યો છે.
જામનગર નજીકના નવા નાગના ગામમાં કરશનભાઈ મોહનભાઈ નકુમ નામના આસામીની જગ્યા આવેલી છે. તે જગ્યા અંગે વર્ષ ૨૦૦૩માં કાયમી મનાઈહુકમ તથા ડેકલેરેશન મેળવવા તેઓએ દાવો નોંધાવ્યો હતો.
તે દાવા અંતર્ગત ઉપરોક્ત જમીનમાં ત્રણ ભાઈની સહિયારી રહેણાંક જગ્યા હોવાનું અને તે જગ્યામાં ચાલમાં સામેવાળાએ નવો હક્ક ઉભો કરી બારણું બંધ કરવાની હિલચાલ કરતા હોવાનું જણાવાયું હતું. પ્રતિવાદી ગંગાબેન તથા ભાનુભાઈએ પંચનામાની માગણી કરતા અદાલતે પંચનામુ કરાવ્યા પછી કરશનભાઈએ દબાણ કરી બાંધકામ કર્યાનું જણાઈ આવતા અદાલતે તેઓનો દાવો નામંજૂર કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ અનિલ લાખાણી, ખોડીદાસ વાઘેલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial