Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાને ધન્વન્તરિ જયંતીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી તા. ર૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારણ હેઠળ આજથી શરૂ કરેલી યોજનાનો ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને લાભ મળશે અને ધનતરેસ પર રૂ. ૧ર,૮પ૦ કરોડની આ યોજના શરૂ થઈ છે.
આયુર્વેદ દિવસ જેને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દર વર્ષે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દવાના હિન્દુ દેવતા ધન્વન્તરિના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (ર૯ મી ઓક્ટોબર) ધન્વન્તરિ જયંતી અને ૯ મા આયુર્વેદ દિવસ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'આજે સમગ્ર વિશ્વ તેને સ્વીકારી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે દવાની આ પ્રાચીન પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે.'
વડાપ્રધાન મોદી આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદમાં આશરે ૧ર,૮પ૦ કરોડ રૂપિયાના અનેક સ્વાસ્થ્ય ક્ષેત્રના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન આયુષ્માન ભારત યોજનામાં નવી શરૂઆત કરશે અને ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સંભાળ કવરેજનો વિસ્તાર કરશે.
વડાપ્રધાન મોદી દેશના પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તેમાં પંચકર્મ હોસ્પિટલ, દવા ઉત્પાદન માટે આયુર્વેદિક ફાર્મસી, સ્પોર્ટસ મેડિસિન યુનિટ, સેન્ટ્રલ લાઈબ્રેરી,આઈટી અને સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર અને પ૦૦ સીટનું ઓડિટોરિયમ સામેલ હશે.
આઉપરાંત ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુરમાં યોગ અને નેચરોપેથીની બે કેન્દ્રિય સંશોધન સંસ્થાનોનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી ચાર આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત કરવા માટે ઘણી યોજનાઓ લોન્ચ કરશે. તેઓ દેશની પ્રકૃતિ પરીક્ષણ અભિયાન પણ શરૂ કરશે, જે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવશે.
વડાપ્રધાન મોદી આરોગ્ય ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે પાંચ પ્રોડક્શન-લિંકડ ઈન્સેટિવ યોજનાઓ હેઠળના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં ઉચ્ચ કક્ષાના તબીબી સાધનો અને મહત્ત્વની દવાઓનું ઉત્પાદન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial