Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ના પત્રકાર હિતેન્દ્રભાઈની મધ્યસ્થીને સફળતાઃ
ખંભાળીયા તા. ર૯: ખંભાળીયા પાલિકામાં સફાઈ કામદારો આઠ દિવસથી હડતાળ પર ઉતર્યા હતાં તથા આજે પ્રતીક ઉપવાસ તથા હડતાળ આંદોલન નવમાં દિવસમાં પ્રવેશ્યું છે, ત્યારે ગઈકાલે આ મુદ્દે પાલિકા હોદ્દેદારો, અગ્રણીઓ, જિલ્લા મહામંત્રી ભાજપ તથા પૂર્વ પાલિકા પ્રમુખો દ્વારા વિવિધ બેઠકો થઈ હતી પણ તેમાં કંઈ ઉકેલ ના આવતા તથા નિયમ મુજબ રોજમદારોની ભરતી હાલ ના થઈ શકે તેવું માર્ગદર્શન પ્રાદેશિક ન.પા. નિયામકશ્રી જાની દ્વારા અપાયું હોય, જો પાલિકા રોજમદાર સફાઈ કર્મીઓને લેવા પ્રયત્ન કરે તો પણ ગેરકાયદે હોય, તેમ થતું હોય, સમાધાન ભાંગી પડતા ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ પાલિકા સફાઈ કામદારોના અગ્રણી રમેશભાઈ વાઘેલાને દિવાળીના તહેવારોની સ્થિતિમાં શહેરમાં ગંદકી ફેલાઈ હોય, યોગ્ય ના હોય, હિન્દુઓના મુખ્ય તહેવાર બગડે તેવું હોય, રમેશભાઈ વાઘેલાએ તેમના મંડળના સદસ્યો સાથે ચર્ચા કરી હતી તે પછી અગ્રણી હિતેન્દ્રભાઈ દ્વારા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, અધિક કલેક્ટર ભૂપેશ જોટાલીયા, ડેપ્યુટી કલેક્ટર કે.કે. કરમટા સાથે સફાઈ કર્મીઓની બેઠક કરાવતા અગ્રણી રમેશભાઈ વાઘેલા દ્વારા તેમના પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી તથા હાલ દિવાળીના તહેવારો સુધી સફાઈ કામદારો પ્રતીક ઉપવાસમાં જે જોડાયેલ છે તેમના સિવાયના તમામ કામે લાગી જવા સહમત થયા હતાં.
તહેવારો સુધીની કામગીરી ચાલુ
સફાઈ કામદારોના આંદોલનના કન્વીનર રમેશભાઈ વાઘેલાએ દિવાળીના તહેવારો નૂતન વર્ષ સુધી જ સફાઈક ાર્ય ચાલુ રહેશે તે પછી રાબેતા મુજબ ફરી તમામ સફાઈકર્મી સામૂહિક હડતાલમાં જોડાઈ જશે.
જિલ્લા કલેક્ટર દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક
ખંભાળીયા પાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા તેમની રજૂઆતો સાંભળીને પ્રાદેશિક ન.પા. કમિશ્નર સાથે તથા પાલિકાના હોદ્દેદારો - પદાધિકારીઓ સાથે દિવાળી પછી બેઠક યોજીને પ્રશ્નોના નિરાકરણ માટે પાલિકા તંત્ર, કમિશ્નર તથા આંદોલનકારીઓ ભેગા થઈ ચર્ચા કરી નિષ્કર્ષ પર આવે તેવું આયોજન કરાયું છે. સફાઈ કાર્ય ચાલુ થતા લોકોએ હાલ ૫ૂરતો રાહતનો શ્વાસ લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial