Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વના રપ દેશો મળીને આતંકવાદ વિરોધી 'ઈસ્લામિક નાટો'ની રચના કરશે

કાશ્મીર મુદ્ે ભારત પર દબાણ વધારવાનો કારસો ?

નવી દિલ્હી તા. ર૯: યુએઈ, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના ૨૫ દેશો ઈસ્લામિક નાટોની રચના કરશે તો ભારત પર કાશ્મીર મુદ્દે દબાણ વધશે.

આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે રપ થી વધુ મુસ્લિમ દેશલ નાટોની તર્જ પરએક સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું નામ ઈસ્લામિક નાટો અથવા મુસ્લિમ નાટો હોઈ શકે છે. તો નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે.

અહેવાલો અનુસાર, આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અનુમાન મુજબ, એશિયા અને આફ્રિકાના રપ દેશો તેમાં સામેલ થઈ શકે છે. આ પ્રસ્તાવિત જૂથના મુખ્ય સભ્યો, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, ઈજિપ્ત, સંયુકત આરબ અમીરાત, જોર્ડન, બહેરીન, બાંગ્લાદેશ, અફઘાતિસ્તાન અને મલેશિયા હશે.

આ ઈસ્લામિક નાટોને ઘણાં ભાગીદાર દેશો પણ સમર્થન આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડોનેશિયા, ઈરાન, ઈરાક, ઓમાન, કતાર, કુવૈત, મોરોક્કો, અલ્જીરિયા, ટયુનિશિયા, અને બિલિયા ઈસ્લામિક નાટોના ભાગીદાર બની શકે છે.

આ સિવાય અઝરબૈજાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને બ્રુનેઈએ સહયોગી સભ્યો તરીકે તેમાં જોડાવવાની ઈચ્છા વ્યકત કરી છે. નાટો જેવું સંગઠન બનાવવા પાછળનો હેતુ એ છે કે આ મુસ્લિમ દેશો સાથે મળીને આતંકવાદ વિરોધી કાર્યવાહી કરશે. તેઓ પોતપોતાની સેનાઓને આધુનિક બનાવવા માટે એકબીજાને મદદ કરશે. તેના સભ્ય દેશોની આંતરિક સ્થિરતા માટે બાહ્ય મુશ્કેલીઓ સામે લડશે.

જો આપણે નાટોની જેમ ઈસ્લામિક નાટો બનવાની ભારત પરની અસર જોઈએ તો કેટલાક એવા મુદ્દા છે જે સરકારની ચિંતા વધારી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જો ઈસ્લામિક નાટોની રચના થશે તો કાશ્મીર વિવાદ વધી શકે છે. આ જૂથ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે. આ જૂથની રચના સાથે, પાકિસ્તાન વધુ મજબૂત બનશે અને સરહદ પર સુરક્ષાને લઈને સમસ્યાઓ આવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh