Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગ્રામ્ય પંથક તેમજ જિલ્લામાં ટ્રેક્ટર તથા ટ્રોલી ચોરી કરી તરખાટ મચાવતા બે ઝડપાયા

ચોરાઉ ૧૩ ટ્રોલી તથા ૧ ટ્રેક્ટર મળી કુલ રૂપિયા પોણા પંદર લાખનો મુદ્દામાલઃ

જામનગર તા. ૨૯: જામનગરના ગ્રામ્ય પંથકો તેમજ લાલપુર, જામજોધપુર, કાલાવડ તાલુકામાંથી છેલ્લા દોઢેક વર્ષમાં ટ્રેક્ટરની ૧૩ ટ્રોલી તેમજ એક મીની ટ્રેક્ટરની ચોરી થઈ હતી. તેની તપાસ એલસીબીએ શરૂ કર્યા પછી જામનગરના જ બે શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોએ ચોરીઓની કબૂલાત આપી છે. એલસીબીએ ચોરાઉ ટ્રેક્ટર, ટ્રોલી, બે મોબાઈલ, એક બાઈક સહિત રૂપિયા પોણા પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુર, કાલાવડ તાલુકા ઉપરાંત જામનગરના ગ્રામ્ય પંથકમાંથી છેલ્લા દોઢેક વર્ષમાં જુદા જુદા ખેડૂતોના ટ્રેક્ટર તથા ટ્રોલી ચોરાઈ ગયાની ૧૪ ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી.

તે ગુન્હાની તપાસ સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ શરૂ કર્યા પછી સ્ટાફના અરજણભાઈ, રાકેશ ચૌહાણ, ક્રિપાલસિંહ, મયુદ્દીન સૈયદ, ધર્મેન્દ્રસિંહ, કિશોર પરમાર, નારણભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ બે શખ્સ પર ફોકસ કરવામાં આવ્યું હતું.

જામનગરના મયુરનગરમાં રહેતા ઘેલુભા નારૂભા જેઠવા તથા યાદવનગરમાં રહેતા અરશી પૂંજાભાઈ કંડોરીયા નામના બે શખ્સ ઉપરોક્ત ચોરીઓમાં સંડોવાયેલા હોવાનંુ અને હાલમાં દરેડ તરફના રોડ પર આવ્યાનું જાણવા મળતા દોડી ગયેલી એલસીબી ટીમે બંને શખ્સને દબોચી લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી ચોરાઉ ૧૩ ટ્રોલી તથા એક મીની ટ્રેક્ટર કાઢી આપ્યા છે. એલસીબીએ તે વાહન ઉપરાંત ચોરીના ગુન્હામાં ઉપયોગમાં લીધેલુ આ શખ્સનું ટ્રેક્ટર અને મોટરસાયકલ, બે ફોન મળી કુલ રૂ. ૧૪ લાખ ૬૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

ઓછી ચહલપહલવાળા ખેતરમાંથી બંને તસ્કર કરી લેતા હતા ચોરીઃ રેકીની પણ કબૂલાત આપી

ઝડપાયેલા બંને શખ્સે એલસીબી સમક્ષ કબૂલ્યા મુજબ ટ્રોલી અથવા ચોરી કરતા પહેલાં તેઓ દિવસના સમયે રેકી કરતા હતા. જે ખેતરમાં ટ્રેક્ટર કે ટ્રોલી જોવા મળે ત્યાં માનવ ચહલપહલ ચકાસ્યા પછી ઉપાડી લેતા હતા અને તે ટ્રોલી અથવા ટ્રેક્ટર અન્ય ખેડૂતોને કાગળ હાલમાં હાથ ઉપર નથી, મળે ત્યારે આપી દઈશું તેમ જણાવી તેનું વેચાણ કરી નાખતા હતા.

ગ્રામ્ય પંથકોમાં જે ખેડૂતો પોતાના ખુલ્લા ખેતરમાં ટ્રોલી અથવા ટ્રેક્ટર રાખતા હોય તેઓએ લોકોની અવરજવર રહેતી હોય ત્યાં અથવા નજર રાખી શકાય હોય તેમ પોતાના ટ્રેક્ટર-ટ્રોલી રાખવા જોઈએ જેથી આગામી સમયમાં આવી રીતે તસ્કરો તેમના વાહન ઉઠાવી ન જાય. આ શખ્સોએ લાલપુર, જામજોધપુર, કાલાવડ તાલુકા ઉપરાંત જામનગરના દડીયા, મતવા, સુવરડા, આમરા, ધુતારપર તથા હર્ષદપુર ગામમાંથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરી લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh