Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા-ભાણવડ રોડ પર મોટરે સર્જેલા અકસ્માતમાં યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ર૯: ખંભાળિયાના લલીયા ગામથી મોટી ખોખરી વચ્ચે એક મોટરે ગઈકાલે બાઈકને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાના ભાણખોખરીથી કોટડીયા ગામ વચ્ચે ગોળાઈમાં એક અજાણ્યું વાહન પરપ્રાંતીય શ્રમિકના પુત્રને ઠોકર મારી નાસી ગયું છે. ઘવાયેલા તરૂણનું મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામમાં રહેતા નિતેશભાઈ નારણભાઈ ડેર નામના યુવાનના ભાઈ ગઈકાલે સવારે લલીયા ગામથી મોટી ખોખરી તરફ જીજે-૩૭-કે ૧૩૧૧ નંબરના બાઈકમાં જઈ રહ્યા હતા. આ વેળાએ જીજે-૧૦-ડીએ ૧૪૫ નંબરની સેલેરીયો મોટર પુરઝડપે પાછળ ધસી આવી હતી.
તેના ચાલક ખંભાળિયાના લાલપુર બાયપાસ નજીક સ્વામીનારાયણ ટાઉનશીપમાં રહેતા હેમલ વલ્લભભાઈ ચૌહાણના બેદરકારીભર્યા ડ્રાઈવીંગના કારણે અકસ્માત સર્જાયો હતો. ફેંકાઈ ગયેલા બાઈકચાલકને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. નિતેશભાઈએ મોટરચાલક સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના કોટડીયા ગામની સીમમાં આવેલા નિલેશભાઈ કરમુર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના સાલખેડા ગામના થાનસિંગ ભાલસિંગ ચૌહાણ નામના શ્રમિકનો પુત્ર તથા અન્ય વ્યક્તિ રવિવારે રાત્રે નવેક વાગ્યે અનાજનું દરણું દરાવવા ભાણખોખરી ગામમાં ગયા હતા.
આ બંને વ્યક્તિ જ્યારે પરત ફરતા હતા ત્યારે એક અજાણ્યું વાહન ફૂલસ્પીડમાં ધસી આવ્યું હતું. તેના ચાલકે થાનસિંગના પુત્રને હડફેટે લઈ ફંગોળી દીધો હતો. ગંભીર ઈજા પામેલા આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી તે વાહન સ્થળ પરથી નાસી ગયું છે. થાનસિંગે ખંભાળિયા પોલીસમાં હિટ એન્ડ રનના આ બનાવની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial