Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર સહિત
જામનગર તા. ર૯: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માવઠાના લીધે અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની મુલાકાત લઈ પાક નુકસાનીની સમીક્ષા કરી હતી, અને ખેતરોનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા ખેતીવાડી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ જોડિયા તાલુકાના લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર વિગેરે ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ તકે ખેતરોની જાત મુલાકાતી લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી વહેલ તકે પૂર્ણ કરી ખેડૂતોને નુકસાની અંગેની સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન તેમણે વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી તેઓના સિંચાઈ, પાક ધોવાણ, પીવાના પાણીની સમસ્યા વિગેરે બાબતોને લગતા પ્રશ્નો સાંભળ્યા હતાં. તેમજ સત્વરે આ પ્રશ્નો અંગે કાર્યવાહી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે તેમણે ખેતીવાડી વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ગામોનો સંપર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.
મુલાકાત દરમિયાન રાઘવજીભાઈ પટેલ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જોડિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન રસિકભાઈ ભંડેરી, જોડિયા માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન ચિરાગ વાંક, ભરતભાઈ દલસાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, સ્થાનિક આગેવાનો, સરપંચો વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial