Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ અજાણ્યા વૃદ્ધનું થયું મૃત્યુ

ઓળખ આપવા માટે પોલીસનો અનુરોધઃ

જામનગર તા. ૨૯: જામનગરની જી.જી. હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગયા સોમવારે સારવાર મેળવવા દાખલ કરવામાં આવેલા એક અજાણ્યા પ્રૌઢનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સમાજસેવક હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતકના કોઈ સગા સંબંધી મળ્યા નથી. પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી તપાસ હાથ ધરી છે. આ મૃતક શ્યામવર્ણ, પાતળો બાંધો અને લાંબી સફેદ દાઢી ધરાવે છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન-૨૫૫૦૨૪૪ અથવા પીએસઆઈ કે.એન. જાડેજા ૯૮૭૯૫ ૬૧૬૬૭નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh