Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર હજારથી વધુ ગાય-ગૌવંશોનો કરાશે નિભાવઃ
દ્વારકા તા. ૨૯: યાત્રાધામ દ્વારકામાં સુરભી માધવગૌશાળા દ્વારા આગામી સમયમાં દ્વારકા યાત્રાધામમાં નિરાધાર ગાયો-ગૌવંશની રખેવાળી હેતુ લાંબાગાળાનું આયોજન હાથ ભરવામાં આવનાર છે. જેમાં ચાર હજારથી વધુ ગાયો-ગૌવંશને ગૌશાળામાં નિભાવ કરાશે.
આ અંગે દ્વારકાથી ચાર કિ.મી. દૂર ચરકલાર ોડ પર આવેલ સુરભી માધવ ગૌશાળાના સંચાલક હાર્દિકભાઈ વાયડાએ વીડિયો સંદેશથી જણાવેલ કે, ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા ગૌમાતા-ગૌવંશ દ્વારકાની શેરીઓમાં એઠવાડ-પ્લાસ્ટિક વગેરે આરોગી ગંભીર બીમારીના ભોગ બનતા અટકાવવા હેતુ લાંબાગાળાના આયોજનના ભાગરૂપે સુરભી માધવ ગૌશાળામાં ગાયો-ગૌવંશને નગરપાલિકાના સહયોગથી લાવવાની પ્રક્રિયા આરંભી દેવાઈ છે. જ્યાં તેમના ઘાસચારા, પાણી, ગમાણ ઈત્યાદિ સુવિધાઓ અંગે તડામાર આયોજનો હાથ ધરાઈ રહ્યા છે અને આગામી ટૂંક સમયમાં શહેરમાંથી આશરે ચાર હજાર જેટલી ગાયો ગૌવંશોને સુરભી માધવ ગૌશાળામાં ખસેડી તેમની સર્વે વ્યવસ્થા જાળવી સારસંભાળ કરવામાં આવનાર છે. આ માટે સર્વે ગૌપ્રેમી જનતાને દીલ ખોલીને સહકાર આપવા અપીલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial