Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ-હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પ તથા જાગૃતિ સેમિનાર

ઓરલ હાઈજિન ડે ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોઃ

જામનગર તા. ૨૯: ઈન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોન્ટોલોજીના સ્થાપક ડો. જી.બી. શંકવલકરની જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે ૧ ઓગસ્ટે ઓરલ હાઈજિન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ઓરલ હાઈજિન જાળવવાના મહત્ત્વ અને દાંત સંબંધિત વિવિધ રોગોથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવાનો છે.

જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ઓરલ હાઈજિન ડે નિમિત્તે લોકોમાં મૌખિક સ્વાસ્થ્યની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવવા અર્થે એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જી.જી.હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગની ઓપીડી, સરકારી ફિજીયોથેરાપી હોસ્પિટલની ઓપીડી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલની ઓપીડી, મોટી બાણુંગારની હાઈસ્કૂલ ડેન્ટલ હોસ્પિટલના પેઢાના વિભાગ ઈન્ટર્ન તથા પીજી ડોકટરો દ્વારા ફ્રી ડેન્ટલ તપાસ કેમ્પ તથા ઓરલ હાઈજિનનું મહત્ત્વ સમજાવતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરમાં આ દિવસની ઉજવણીના ભાગરૂપે ડોકટર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીને વધારે રસપ્રદ બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા રિલ્સ મેકિંગ તથા મ્યુસિકલ ચેર જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. એક અઠવાડીયા સુધી આયોજન કરાયેલા ઓરલ હાઈજિન જન જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના ડીન ડો. નયના પટેલ, પેઢાના વિભાગમાં ફરજ બજાવતા ડોકટરો, ઈન્ટર્ન વિદ્યાર્થીઓ તથા નર્સિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh