Advertisement
Author: નોબત સમાચાર

કમોસમી વરસાદને પંદર દિવસ વીતી ગયા પછી અસરગ્રસત વિસ્તારોની મુલાકાતનું નાટક

કિસાન કોંગ્રેસના પ્રમુખ દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવા ઉગ્ર રજુઆત

ખંભાળીયા તા. ૨૯: ગુજરાત સરકાર તથા રાજ્યના કૃષી મંત્રી પર ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ વેધક સવાલો ઉઠાવીને આકરા પ્રહારો કર્યા હતાં.

પંદર દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યા પછી ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રીની વરસાદના સ્થળની મુલાકાત હોય દેખાડો અને નાટકો બંધ કરીને લીલો દુકાળ જાહેર કરવા માંગ કરી હતી.

પંદર દિવસ પછી કૃષિ મંત્રી કમોસમી વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણમાં જાય તો શું પંદર દિવસ સુધી ખેડૂતો બગડેલા પાકને સાચવી રાખે? રાહત પેકેજના નાટકો, મુલાકાતો નિરીક્ષણ સર્વેના નાટક બંધ કરીને ખેડૂતોના ધીરાણો માફ કરવા માંગ કરી હતી.

રાહત પેકજ અન્યાયી અને  કોઈ જાતનું વ્યવસ્થિત ના હોય તેમ જે ગામનો સમાવેશ થયો તેમાં અસરગ્રસ્ત ખેડૂતો રહી ગયા હોય, સર્વે વગર પેકેજ જાહેર થયું, કેટલાય જિલ્લા તાલુકા, ગામો અસરગ્રસ્ત છતાં પેકેજમાં સમાવેશ થયા નથી જેનો ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયો તેવા ખેડૂતો સહાયથી વંચિત છે તો જ્યાં ૯૦ ઈંચ ઉપર વરસાદ પડ્યો તેવા તાલુકા પણ સહાય વગરના છે !! રાહત પેકેજના ગામો અને ખેડૂતો ગાંધીનગરમાં બેઠા બેઠા નક્કી થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh